Gujarati Video : જમ્મુ-કાશ્મીર ફરવા ગયેલા બે ગુજરાતીના મોત, રિવરરાફ્ટિંગ દરમિયાન બોટ પલટી

| Edited By: | Updated on: May 23, 2023 | 1:50 PM

પહેલગામમાં ફરવા ગયેલા બે ગુજરાતીના મોત થયા છે. આ બંને મૃતક પતિ-પત્ની હોવાનું સામે આવ્યુ છે. સાથે જ આ પતિ-પત્ની અમદાવાદના (Ahmedabad)  કૃષ્ણનગરના રહેવાસી હોવાની માહિતી છે.

જમ્મુ કાશ્મીરના (Jammu Kashmir) પહેલગામમાં ફરવા ગયેલા બે ગુજરાતીઓ પૈકી 2ના મોત થયા છે. આ બંને મૃતક પતિ-પત્ની હોવાનું સામે આવ્યુ છે. સાથે જ આ પતિ-પત્ની અમદાવાદના (Ahmedabad)  કૃષ્ણનગરના રહેવાસી હોવાની માહિતી સામે આવી છે. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના હિલ સ્ટેશન એવા પહેલગામ ખાતે સોમવારે રાફ્ટિંગ બોટનાં (River rafting) અકસ્માતમાં ગુજરાતના એક કપલનું મૃત્યુ થયું હતું.

આ પણ વાંચો-Breaking News : ગુજરાત બોર્ડનું ધોરણ-10નું પરિણામ 25 મેના રોજ જાહેર થશે, બોર્ડની વેબસાઇટ પર જોઇ શકાશે પરિણામ

અમદાવાદનો એક પરિવાર કાશ્મીરના પહેલગામમાં ફરવા માટે એક ટુરમાં ગયો હતો. તેમની ટુરના કેટલાક સભ્યો રિવરરાફ્ટિંગ માટે પહેલગામ ગયા હતા. જો કે રિવરફાફ્ટિંગની મજા માણવી એક ગુજરાતી દંપતી માટે મોંઘી પડી છે. રિવરરાફ્ટિંગ દરમિયાન તેમની બોટ પલટી ગઇ હતી. જેમાં કેટલાક વ્યક્તિઓ ડુબી ગયા હતા. જેમાં બે વ્યક્તિ અમદાવાદના કૃષ્ણનગરના હતા.

50થી વધુ ઊંમર ધરાવતા આ દંપતીના જીવનનો પહેલગામમાં અંત આવ્યો છે. પાણીમાં ડુબી જવાના કારણે પતિ-પત્નીના મોત થયા છે. મોતની ઘટનાના સમાચાર સાંભળતા પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલમાં પહેલગામમાં બંને મૃતદેહનું પોસ્ટમોર્ટમ થઇ ચુક્યુ છે. હવે તેમને પહેલગામથી અમદાવાદ કેવી રીતે લાવવા તેની તજવીજ હાથ ધરવામાં આવી છે.

(with input – Jignesh Patel, Ahmedabad)

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો