Ahmedabad: લ્યો બોલો, 17,000 થી વધુ રખડતા ઢોર પકડ્યા તો પણ રસ્તા પર ઢોર ક્યાંથી આવ્યા? જુઓ Video

| Edited By: | Updated on: Jul 18, 2023 | 9:13 PM

રખડતા ઢોર મુદ્દે 980 જેટલી FIR નોંધવામાં આવી હોવાની વાત સામે આવી છે. 34,800 કિલો જેટલું ઘાસ જપ્ત કરવામાં આવ્યું છે. આ સમગ્ર બાબતે હાઇકોર્ટમાં સોગંદનામુ રજૂ કરાયું છે. જેમાં 17,000 થી વધુ રખડતા ઢોર પકડ્યા હોવાની માહિતી આવી સામે

Ahmedabad: રખડતા ઢોર મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું. 24 ઓગસ્ટ 2022 થી 15 જુલાઈ 2023 સુધીમાં 17,000 થી વધુ રખડતા ઢોર AMCએ પકડ્યા તો 32 હજારથી વધુ પશુઓનું રેડિયો ટેગિંગ કરાયું હોવાની વિગત રજૂ કરવામાં આવી છે. રખડતા ઢોર મુદ્દે 980 જેટલી FIR નોંધવામાં આવી છે. સીસીટીવી સર્વેન્સના આધારે 2,500 જેટલા રખડતા ઢોર પકડવામાં આવ્યા છે. 7 હજારથી વધુ પશુપાલકોને રસ્તા પર ઢોર રખડતા ન રાખવા માટે સમજાવ્યા હોવાની વિગત સોગંદનામામાં AMCએ રજૂ કરી છે.

આ પણ વાંચો  : સ્કૂલવાન કે રિક્ષામાં બાળકોને જોખમી રીતે ખીચોખીચ ન બેસાડવાના નિયમનો ઉલાળિયો- જુઓ Video

સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ ના સીસીટીવી સર્વેલંસથી 40,000 થી વધુ ફોટા પાડવામાં આવ્યા છે. મહત્વનુ છે કે ઢોર માલિકોમાં જાગૃતિ લાવવા તંત્ર દ્વારા 7200 થી વધુ ઢોર માલિકોને રસ્તા પર ઢોર રખડતા ન મુકવા માટે સમજ આપવામાં આવી હતી. રેડિયો ટેગિંગ પણ ઢોરનું કરવામાં આવ્યું છે. રોડ પર રખડતા ઢોરને કારણે મોટા પાયે અકસ્માતના બનાવો સામે આવે છે. જોકે તંત્ર દ્વારા આ ઘટના નહીં બને તેને લઈને કામગીર કરી છે જેમાં 17,000 થી વધુ રખડતા ઢોર પકડ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 18, 2023 09:10 PM