અમદાવાદમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યામાં વધારો, કુલ સંખ્યા 165 થઈ

|

Jan 21, 2022 | 11:33 PM

અમદાવાદમાં 21 જાન્યુઆરીએ વધુ 42 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા તો 8 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છે. અમદાવાદ શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા 131થી વધી 165 થઈ ગઈ છે.

ગુજરાતમાં કોરોનાના(Corona) કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમજ અમદાવાદ(Ahmedabad) શહેર કોરોનાનું હોટ સ્પોટ બન્યું છે. જેના પગલે અમદાવાદમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ(Micro Containtment) ઝોનની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે. જેમાં 21 જાન્યુઆરીએ શહેરમાં વધુ 42 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા તો 8 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છે. અમદાવાદ શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા 131થી વધી 165 થઈ ગઈ છે..જેમાં 24 કલાકમાં વધુ 188 ઘરોના 770 લોકોને માઈક્રો કન્ટેઇનમેઇન્ટ ઝોનમાં મુકાયા છે. તો સૌથી વધારે દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 18 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેઇન્ટ ઝોનમાં મુકવાનો નિર્ણય કરાયો છે. તો દક્ષિણ-પશ્ચિમ ઝોનના જોધપુર અને સરખેજમાં કોરોના વિસ્ફોટ જોવા મળ્યો છે.

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો રોકેટ ગતિએ વધી રહ્યા છે. ત્યારે ત્રીજી લહેરમાં એએમસીના અધિકારીઓ અને કર્મચારીઓ પણ કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. છેલ્લા એક સપ્તાહમાં એએમસીમાં 150 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. વર્ગ 1ના અધિકારીઓથી લઈ વર્ગ 4 સુધીના કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે.

અધિકારીઓની વાત કરીએ તો BRTS મેનેજર વિશાલ ખનામા કોરોના પોઝિટિવ આવ્યા છે. ડેપ્યુટી હેલ્થ ઓફિસરમિલન નાયક અને ચિરાગ શાહ કોરોના સંક્રમણ થયું છે. હેલ્થ અધિકારી ભાવિન જોશી પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. સ્કૂલ બોર્ડના શાસનાધિકારી લાગધીર દેસાઈ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. અધિકારીઓ અને કર્મચારીઓ મળી 150થી વધુ સ્ટાફ કોરોના સંક્રમિત થયો છે.

આ પણ વાંચો : Anand : કોરોનાના વધતાં કેસ વચ્ચે પ્રભારી સચિવે સ્થિતિની સમીક્ષા કરી, કોરોના ગાઇડ લાઇનનું પાલન કરવા સૂચન

આ પણ વાંચો : સુરત : તાપી નદીમાંથી ગેરકાયદે રેતીખનન ઝડપાયું, એક આરોપી સહિત કુલ 14 લાખનો મુદ્દામાલ ઝડપાયો

Published On - 11:30 pm, Fri, 21 January 22

Next Video