Ahmedabad: લેન્ડ ગ્રેબિંગના મુદ્દે કલેકટરે ભૂમાફિયા સામે કડક કાર્યવાહી કરી

|

Sep 26, 2022 | 11:53 PM

30 ઓગસ્ટ મળેલી બેઠકમાં 74 કેસની સમીક્ષા બાદ 5 કેસમાં 10 શખ્સો વિરુદ્ધ FIR કરવામાં આવશે તેવી કલેકટરે માહિતી આપી છે. અત્યાર સુધી 817થી વધુ કેસમાં 331 લોકો વિરુદ્ધ FIR કરી કાર્યવાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં  (Ahmedabad) ગેરકાયદે જમીન પચાવી પાડવાની ઘટનામાં ( Land grabbing )કલેકટરે ભૂમાફિયા સામે કડક કાર્યવાહી કરી છે. 30 ઓગસ્ટ મળેલી બેઠકમાં 74 કેસની સમીક્ષા બાદ 5 કેસમાં 10 શખ્સો વિરુદ્ધ FIR કરવામાં આવશે તેવી કલેકટર સંદીપ સાંગલેએ માહિતી આપી છે. અત્યાર સુધી 817થી વધુ કેસમાં 331 લોકો વિરુદ્ધ FIR કરી કાર્યવાહી કરવામાં આવી છે. આ તમામ કેસની અંદાજે કિંમત 3 હજાર કરોડ ની જમીનનું મૂલ્ય થાય છે. તેમજ હજુ પણ કાર્યવાહી ચાલુ રહેશે. મહત્વનું છે કે, કલેકટરના અધ્યક્ષસ્થાને લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી માટે કમિટી બનાવવામાં આવી હતી. જે કમિટીએ અત્યાર સુધી અનેક ભૂમાફિયા સામે પોલીસ ફરિયાદ દાખલ કરી કામગીરી કરી છે અને આગામી સમયમાં પણ આવા તત્વો સામે  કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Next Video