અમદાવાદના ખરાબ રસ્તા મુદ્દે કોર્પોરેશનના સત્તાધીશો અને કોર્પોરેટરને મુખ્યમંત્રીની ટકોર કહ્યું વારંવાર રસ્તા તૂટે તો વિચારો કે જવાબદારી કોની?

અમદાવાદના ખરાબ રસ્તા મુદ્દે કોર્પોરેશનના સત્તાધીશો અને કોર્પોરેટરને મુખ્યમંત્રીની ટકોર કહ્યું વારંવાર રસ્તા તૂટે તો વિચારો કે જવાબદારી કોની?

| Edited By: | Updated on: Dec 18, 2023 | 8:51 PM

અમદાવાદના ખરાબ રસ્તા મુદ્દે મુખ્યમંત્રીએ કોર્પોરેશનના સત્તાધીશોને ટકોર કરી છે. અમદાવાદમાં યોજાયેલ પાઠશાળા દરમિયાન સીએમએ જણાવ્યુ કે શહેરના રોડ વારંવાર તૂટતા હોય તો વિચારવુ જોઈએ કે જવાબદાર કોણ છે. આ તકે સીએમએ રોડની ગુણવત્તા સુધારવા અંગે પણ ટકોર કરી છે.

વારંવાર તૂટી રહેલા રસ્તાઓની ફિકર હવે મુખ્યમંત્રીને પણ થવા લાગી છે. રસ્તાઓ રિપેર થયા બાદ પણ થોડા વખતમાં તેની હાલત બદતર થઇ જતા હવે મુખ્યમંત્રીએ અમદાવાદ મનપાના સત્તાધીશો અને કોર્પોરેટરોને ફરી ટકોર કરી છે . અમદાવાદના કોર્પોરેટરો માટેની કાર્યશાળા તાલીમમાં સંબોધન દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોર્પોરેટરોને જાહેર જીવન અને સેવાના પાઠ ભણાવ્યા. આ દરમિયાન સીએમે જણાવ્યું કે અમદાવાદના રોડ વારંવાર તૂટે તો વિચારવું જોઈએ કે જવાબદારી કોની ? સીએમે સત્તાધીશોને શહેરના રોડની ગુણવત્તા સુધારવાની પણ ટકોર કરી.

પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ ખરાબ રસ્તા

મહત્વનું છે કે 31 ડિસેમ્બર સુધીમાં લગભગ 85 જેટલા રસ્તાઓની કામગીરી પૂર્ણ કરવાનો AMC દ્વારા આદેશ અપાયો છે. અમદાવાદમાં સૌથી વધુ ખરાબ રસ્તાઓ પશ્ચિમ વિસ્તારમાં છે. પશ્ચિમ વિસ્તારમાં 15 રસ્તાઓની કામગીરી પૂર્ણ કરવા માટેની સૂચના અપાઇ છે. બીજા નંબરે ઉત્તર ઝોનમાં 12 રસ્તાઓ, ઉત્તર ઝોનમાં 12, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 10 તેમજ દક્ષિણ ઝોનમાં 10 રસ્તાઓની કામગીરી પૂર્ણ કરવાની સૂચના અપાઈ છે.

આ પણ વાંચો: ગાયોના મોતની ફરિયાદ બાદ રાજ્યપાલે લીધી મનપા સંચાલિત ઢોરવાડાની મુલાકાત, પશુઓની સ્થિતિની કરી સમીક્ષા- વીડિયો

  અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Dec 18, 2023 08:46 PM