Ahmedabad: શિવરંજની સોસાયટીમાં સ્થાનિકોની પીજીમાં રહેતી યુવતીઓ સાથે માથાકૂટ- Video
Ahmedabad: અમદાવાદમાં શિવરંજની સોસાયટીના સ્થાનિકો અને પીજીમાં રહેતી યુવતી વચ્ચે માથાકૂટ થઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર યુવતીઓના પહેરવેશ બાબતે સ્થાનિક મહિલાઓએ બોલાચાલી કરી હતી, જેની સામે યુવતીઓએ પણ તેમના બચાવમાં દલીલ કરી હતી. આ દરમિયાન દલીલ ઝપાઝપીમાં પરિણમી હતી.
Ahmedabad: અમદાવાદની શિવરંજની સોસાયટીમાં PGમાં રહેતી યુવતીઓ અને સ્થાનિકો વચ્ચે માથાકૂટ થઈ. PGમાં રહેતી યુવતીઓ ટૂંકા કપડા પહેરી સોસાયટીમાં ફરતી હોવા મુદ્દે સ્થાનિક મહિલાઓ સાથે બોલાચાલી થઈ. સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે PGની યુવતી ટૂંકા કપડા પહેરીને મોડી રાત્રે ગમે ત્યારે આવ-જા કરે છે. યુવતીઓએ આક્ષેપ કર્યો કે સ્થાનિકો વારંવાર ટોર્ચર કરીને ઝપાઝપી કરે છે. સેટેલાઈટ પોલીસે બંને પક્ષની અરજી લઈને તપાસ હાથ ધરી છે.
હાલ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. યુવતીઓના પહેરવેશને લઈને સ્થાનિકો મહિલાઓએ અણછાજતા આક્ષેપો કર્યા હતા. સમગ્ર મામલે બોલાચાલી ઝપાઝપી સુધી પહોંચી હતી.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Oct 02, 2023 12:16 AM