અમદાવાદ શહેરમાં માવઠાની બીજી ઇનિંગ, બોપલ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ
અમદાવાદના આંબલી, બોપલ, ઘુમા સહિતના વિસ્તારોમાં બપોર બાદ પણ વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં અગાઉથી હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી હતી. જે આગાહી મુજબ શહેર સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
રાજ્યમાં ભર શિયાળે મુશ્કેલીનું માવઠું વરસ્યું છે. અમદાવાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે અમદાવાદમાં વરસાદની બીજી ધમાકેદાર ઇનિંગ શરૂ થઈ છે. બોપલ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. બપોરના વિરામ બાદ ફરીથી વરસાદનો શરૂ થયો છે.
આ પણ વાંચો લગ્નની સિઝનમાં વરસાદ બન્યો વિલન ! લગ્ન મંડપ અને સાજ સજાવટ પાણીમાં પલળ્યાં, જુઓ વીડિયો
અમદાવાદના આંબલી, બોપલ, ઘુમા સહિતના વિસ્તારોમાં બપોર બાદ પણ વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં અગાઉથી હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી હતી. જે આગાહી મુજબ શહેર સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં વહેલી સવારે ધોધમાર વરસાદ ખાબક્યા બાદ બપોરના સમયે વરસાદે વિરામ લીધો હતો, પરંતુ બપોર બાદ ફરીથી વરસાદ શરૂ થયો છે.
Published on: Nov 26, 2023 08:26 PM
