Ahmedabad: ઈઝરાયેલના સમર્થનમાં રસ્તા પર ઉતર્યા રાજનગર સોસાયટીના નાગરિકો, બેનરો સાથે યોજી મૌન રેલી- Video

Ahmedabad: ઈઝરાયેલના સમર્થનમાં રસ્તા પર ઉતર્યા રાજનગર સોસાયટીના નાગરિકો, બેનરો સાથે યોજી મૌન રેલી- Video

| Edited By: | Updated on: Oct 16, 2023 | 9:10 PM

Ahmedabad: ઈઝરાયેલ પર કરાયેલા હમાસના આતંકી હુમલા બાદ અનેક ઈઝરાયેલી નાગરિકોના મોત થયા છે. ત્યારે ઈઝરાયેલે પણ વળતા પ્રહારના ગાજાપટ્ટીની અનેક પ્રાંતોમાં મિસાઈલ હુમલો કરતા અનેક આતંકવાદીઓના મોત થયા છે. આ હુમલા બાદ વિશ્વ બે ભાગમાં વહેંચાઈ ગયુ છે. જેમાં ભારત, અમેરિકા સહિતના દેશો ઈઝરાયેલનું સમર્થન કરી રહ્યા છે. જ્યારે ભારતમાં જ કોંગ્રેસ પક્ષ દ્વારા પેલેસ્ટાઈનનું સમર્થન કરવામાં આવતા વિવાદ થયો છે.

Ahmedabad:  અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ રાજ નગર સોસાયટીના ચાર રસ્તા પર નાગરિકો દ્વારા ઇઝરાયેલને સમર્થન કરતા હોય તેવા પોસ્ટર બેનર લઈને લોકો રસ્તા ઉપર ઉતર્યા હતા. રાજનગરના રહીશોએ હાથમાં બેનરો સાથે મૌન રેલી યોજાી ઈઝરાયેલનું સમર્થન કર્યુ હતુ. હમાસના હુમલામાં મૃત્યુ પામેલા ઈઝરાયેલી નાગરિકો બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. રાજનગરના લોકોની આ રેલીમાં મહિલાઓ- પુરુષો અને બાળકો પણ જોડાયા હતા. હાથમાં વિવિધ પોસ્ટર્સમાં We Stand With Israel અને વિશ્વમાંથઈ આતંકવાદને જાકારો આપો તેવા સ્લોગન લખવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Valsad : ઘરમાં પૂજા કરતી વખતે સોનવાળા ગામના માજી તલાટીને આવ્યો હાર્ટ એટેક, જુઓ Video

આ રેલીમાં જોડાયેલા પ્રબુદ્ધ નાગરિકો એ જણાવ્યું હતું કે આંતકવાદીઓને ખતમ કરી દેવા જોઈએ. આંતકવાદીઓએ મહિલાઓ અને બાળકો પર બર્બરતા આચરી છે. એક નાગરિકે જણાવ્યું હતું કે ઇઝરાયેલ દ્વારા ગાજા પર હુમલો કરવામાં આવ્યો છે તેને યુદ્ધ ન કહી શકાય પરંતુ તે હુમલાનો પ્રત્યુતર આપ્યો તેમ કહેવાય. વધુમાં જણાવતા આ નાગરિકે એમ પણ કહ્યું હતું કે જે દેશો આંતકવાદીઓનું સમર્થન કરે છે તેવા રાષ્ટ્રોને ખુલ્લા પાડવા જોઈએ અને તેની સામે યોગ્ય પગલા પણ ભરવા જોઈએ.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 16, 2023 09:09 PM