Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેલ મહાકુંભ 2.0ના રજીસ્ટ્રેશન કર્ટેઈન રેઝર ઈવન્ટનો કરાવ્યો પ્રારંભ- જુઓ Video

|

Sep 23, 2023 | 11:42 PM

Ahmedabad: અમદાવાદ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેલ મહાકુંભ 2.0ના રજીસ્ટ્રેશન કર્ટેઇન રેઝર ઇવન્ટનો પ્રારંભ કરાવ્યો હતો. રમતગમત તથા સાંસ્કૃતિક વિભાગના મંત્રી હર્ષ સંઘવી પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ખેલ મહાકુંભ 2.0 ની રજીસ્ટ્રેશન લિંક તથા ટોલ ફ્રી નંબરને ખુલ્લો મૂક્યો હતો.

Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ખેલ મહાકુંભ 2.0ના રજીસ્ટ્રેશન કર્ટેઈન રેઝર ઈવન્ટનો પ્રારંભ કરાવ્યો. આ તકે તેમણે રજીસ્ટ્રેશન લિંક અને ટોલ ફ્રી નંબર ખુલ્લો મુક્યો હતો. ખેલમહાકુંભ 2.0માં ભાગ લેવા ઇચ્છુક યુવાનો https://khelmahakumbh.Gujarat.gov.in પર ઓનલાઇન રજીસ્ટ્રેશન તથા વધુ વિગતો મેળવી શકશે. આ ઉપરાંત 1800 274 6151 ટોલ ફ્રી નંબર જાહેર કરાયો છે.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી જે ‘ખેલે તે ખીલે’ ના ઉમદા વિચાર સાથે આરંભાયેલ ખેલમહાકુંભનું બીજ આજે વટવૃક્ષ બની ગયું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર રમતવીરો માટે તમામ પ્રકારની મદદ કરવા સંકલ્પબદ્ધ છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પહેલાના સમયમાં ખેલકૂદ ક્ષેત્રે રાજ્યનું નામ નહોતું પરંતુ ખેલમહાકુંભના સફળ આયોજનોથી હવે રાજ્યના યુવાનો દેશ-વિદેશમાં ઝળક્યા છે.

ગુજરાત આજે દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યું છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

વધુમાં CMએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વારાણસી ખાતે આશરે 30,000 જેટલા લોકો મેચ નિહાળી શકે તેવા સ્ટેડિયમનું ખાતમુર્હુત કર્યું છે. રાજ્ય સરકારે 36મી નેશનલ ગેમ્સનું આયોજન 3 મહિનાના ખૂબ જ ટૂંકા સમયગાળામાં કર્યું તે આપણા સૌ માટે ગૌરવપૂર્ણ બાબત છે તેવું એમણે ઉમેર્યું હતું.

આ પણ વાંચો: એશિયન ગેમ્સ ઓપનિંગ સેરેમની : ચીનમાં ભારતીય ખેલાડીઓનો મજબૂત અંદાજ

વિજેતા ખેલાડીઓને 45 કરોડ રૂપિયાના ઈનામો આપવામાં આવશે- હર્ષ સંઘવી

આ પ્રસંગે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, રમતવીરોના ઉજ્જવળ ભવિષ્ય માટે તથા યુવાનો ગુજરાત અને દેશનું નામ રોશન કરી શકે તે માટે ખેલમહાકુંભ વિવિધ રમતોમાં વિજેતા થનાર ખેલાડીઓને કુલ 45 કરોડ રૂપિયાના ઇનામો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણા અને માર્ગદર્શનમાં આપવામાં આવશે.

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર યુવાનોને વધુમાં વધુ કેવી રીતે પ્રોત્સાહિત કરી શકે તે સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આ વખતે ખેલમહાકુંભમાં બદલાવ લાવવામાં આવ્યો છે. હર્ષ સંઘવીએ ખેલમહાકુંભની સફળતા વર્ણવતા કહ્યું કે, 2010માં જ્યારે ખેલમહાકુંભની શરૂઆત થઈ ત્યારે 16 લાખ યુવાનોએ રજીસ્ટ્રેશન કર્યું હતું જ્યારે ગયા વર્ષે 55 લાખ જેટલા યુવાનોએ રજીસ્ટ્રેશન કર્યું એ ગૌરવની વાત છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:14 pm, Sat, 23 September 23

Next Article