સાણંદના બોળ ગામના બે ઉમેદવારો બન્યા આકર્ષણનું કેન્દ્ર, નામ નહિ નિશાન પર લડવી પડી ચૂંટણી
આ ગામમાં ઇલેકશનમાં નરેન્દ્ર બારડ નામના બે ઉમેદવારોના નામ અને અટક સરખા હોવાના પગલે તેમના નામના બદલે નિશાન રાખવામાં આવ્યું છે.
ગુજરાતમાં(Gujarat) આજે ગ્રામ પંચાયતની ચૂંટણી(Gram Panchyat Election) માટે સવારથી જ મતદાન થઈ રહ્યું છે. જેમાં અમદાવાદ જિલ્લાના સાણંદના(Sanand) બોળ ગામના બે ઉમેદવાર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જેમાં આ ગામના લોકોએ ગ્રામ પંચાયતના ઇલેકશનમાં બે ઉમેદવારોએ નામથી નહિ પરંતુ નિશાનથી ઇલેક્શન લડવાની ફરજ પડી છે. જેમાં આ ગામમાં ઇલેકશનમાં નરેન્દ્ર બારડ નામના બે ઉમેદવારોના નામ અને અટક સરખા હોવાના પગલે તેમના નામના બદલે નિશાન રાખવામાં આવ્યું છે.
જેના પગલે કયા ઉમેદવારોને મત આપવા માટે મતદારો મૂંઝવણમાં ના મુકાય તેમજ ગણતરીમાં પણ કોઇ મૂંઝવણ ઉભી ના થાય તે માટે પણ અ વ્યવસ્થા ચુંટણી પંચ દ્વારા કરવામાં આવી છે.
ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચાર વાગે સુધીમાં 45 ટકા મતદાન
ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચાર વાગે સુધીમાં સરેરાશ 45 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. જેમાં સૌરાષ્ટ્ર કચ્છ 44 ટકા, મધ્ય ગુજરાતમાં 42 ટકા, દક્ષિણ ગુજરાત 42 ટકા અને ઉત્તર ગુજરાત 46 ટકા જેટલું મતદાન નોંધાયું છે. જયારે જ્યારે ગુજરાતમાં બપોરે ત્રણ વાગે સુધીમાં સરેરાશ 33 ટકા જેટલું મતદાન નોંધાયું હતું.
જેમાં સૌરાષ્ટ્ર કચ્છ 36 ટકા, મધ્ય ગુજરાતમાં 28 ટકા, દક્ષિણ ગુજરાત 31 ટકા અને ઉત્તર ગુજરાત 33 ટકા જેટલું મતદાન નોંધાયું છે. જેમાં બપોરે 2 વાગે સુધીમાં સરેરાશ 29 ટકા જેટલું મતદાન નોંધાયું હતું તેમજ લોકોમાં બપોર બાદ મતદાન માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : અમદાવાદ કોર્પોરેશનની બીયુ પરમિશન વગર ચાલતા એકમો વિરુદ્ધ તવાઈ યથાવત
આ પણ વાંચો : Banaskantha: ધાનેરાના MLA નાથા પટેલે કર્યું મતદાન, EVM અને બેલેટ પેપરને લઈને આપ્યું આ નિવેદન