Ahmedabad: વિરમગામમાં આખલા યુદ્ધને લઈ શહેરીજનોમાં ભયનો માહોલ, જુઓ Video

|

May 14, 2023 | 7:57 PM

જાહેર રોડ પર આખલા યુદ્ધને કારણે શહેરી જનો મુશ્કેલીમાં મુકાયા છે. વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા હજી સુધી આ અંગે કોઈકાર્યવાહી કરવામાં આવી નથી.

રખડતા ઢોરને લઈ શહેરી વિસ્તારોમાં મોટા અકસ્માત નોંધાયા છે. જે ઘટનામાં કેટલાક લોકોને પોતાનો જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે. ત્યારે આખલા બાખડવાની ઘટના ફરી વિરમગામ શહેરમાં સામે આવી છે. રખડતી રંઝાડથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તંત્રને રજૂઆત કરવા છતાં હજી સુધી વિવિધ જિલ્લાઓમાં આ અંગે કોઈ નક્કર કામગીર કરવામાં નથી આવી. વારંવાર આખલા યુદ્ધની ઘટનાથી સ્થાનિકો પરેશાન જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : કાંકરિયા પ્રાણી સંગહાલયમાં પશુપક્ષીઓને ગરમીથી રક્ષણ આપવા કરાઈ વિશેષ વ્યવસ્થા, પ્રાણીઓના પાંજરા બહાર મુકાયા એરકુલર

ફરી એક વાર વિરમગામ શહેરના મુખ્ય માર્ગ પર આખલા બાખડવાની આ ઘટના જેમાં જાહેર રોડ પર આખલા બાખડતા અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. આખલા યુદ્ધથી રાહદારીઓ અને વાહનચાલકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે. સ્થાનિકોની વારંવાર રજૂઆત બાદ પણ કોઇ નિરાકરણ નહીં આવતા ભારે રોષ જોવા મળી રહ્યો છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

ગુજરાત સહિત  અમદાવાદ શહેરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article