Breaking News : અમદાવાદમાં ત્રણ માળનું મકાન ધરાશાયી, મહિલાનું મોત, જુઓ Video
અમદાવાદના ઘી કાંટા નજીક નવતાડની પોળમાં ત્રણ માળનું જર્જરિત મકાન ધરાશાયી થતાં એક વૃદ્ધ મહિલાનું કરુણ મોત નીપજ્યું. ડ્રેનેજ કામગીરી દરમિયાન બનેલી આ ઘટનામાં એક મજૂર પણ ઘાયલ થયો હતો.
ઘી કાંટા નજીક નવતાડની પોળમાં આવેલા ત્રણ માળનું મકાન ધરાશાયી થતાં એક વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું હતું. ઘટના ત્યારે બની જ્યારે મકાનની ડ્રેનેજ કામગીરી ચાલી રહી હતી. ઘટનામાં એક મજૂર પણ ઇજાગ્રસ્ત થયો હતો. બંનેને કાટમાળમાંથી કાઢીને સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટના બનતા જ તાત્કાલિક તંત્રને હરકતમાં આવવી પડી હતી. મનપાનો દાવો છે કે ધરાશાયી થયેલું મકાન જૂનું અને જર્જરીત હાલતમાં હતું. મકાનની અંદર રિનોવેશન કરાવાયું હતું, પરંતુ એક દીવાલ નમેલી હતી, જે ઘટનાનું મુખ્ય કારણ બની શકે છે.
તથાપિ, સ્થાનિક લોકો મનપા સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ, જર્જરીત મકાનને માત્ર નોટિસ આપવામાં આવે છે, પરંતુ કોઈ નક્કી પગલાં લેવામાં આવતાં નથી. લોકોએ ફરિયાદ કરી છે કે યોગ્ય કામગીરી ન હોવાથી આવી દુર્ઘટના ઘટી છે.
જંગલ સફારીનો અનુભવ અવિસ્મરણીય બની રહ્યો : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ