Breaking News : અમદાવાદ મનપામાં નવા હોદ્દેદારોની વરણી, હિતેશ બારોટ બન્યા નવા મેયર
મહાનગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. શહેરના નવા મેયર તરીકે થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે સાબરમતી વોર્ડના અંજુબેન શાહને જવાબદારી સોંપવામાં આવી છે.
અમદાવાદ મહાનગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. શહેરના નવા મેયર તરીકે થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે સાબરમતી વોર્ડના અંજુબેન શાહને જવાબદારી સોંપવામાં આવી છે. સાથે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ખોખરા વોર્ડના કમલેશ પટેલની વરણી કરવામાં આવી છે.
અમદાવાદમાં નવા મેયરની વરણી
ભાજપ શાસિત અમદાવાદ મનપામાં પક્ષના નેતા તરીકે શાહીબાગ વોર્ડના જશુભાઈ ઠાકોરની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે દંડક તરીકે ચાંદખેડા વોર્ડના અતુલ મિશ્રાની પસંદગી કરવામાં આવી છે. નવા હોદ્દેદારોની પસંદગી સાથે અમદાવાદ મનપાની રાજનીતિમાં નવા સમીકરણો સર્જાયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
29 દિવસ બાદ નવા મેયરની થઈ નિમણૂક
ચૂંટણીના પરિણામોના 29 દિવસ બાદ અમદાવાદમાં મેયર અને ડેપ્યુટી મેયરની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. નવી ટર્મમાં રોસ્ટર મુજબ મેયર પદ પછાત વર્ગ માટે અનામત રાખવામાં આવ્યું હતું. પ્રથમ બોર્ડ બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યો તથા AMTSના આઠ સભ્યોની પણ નિમણૂક કરવામાં આવશે.