Ahmedabad Breaking News: સરખેજમાં ડ્રગ માફિયાના ઘર પર ચાલ્યું દાદાનું બુલ્ડોઝર! તંત્રએ કરી કડક કાર્યવાહી

Ahmedabad Breaking News: સરખેજમાં ડ્રગ માફિયાના ઘર પર ચાલ્યું દાદાનું બુલ્ડોઝર! તંત્રએ કરી કડક કાર્યવાહી

| Edited By: | Updated on: Nov 23, 2026 | 12:34 PM

શહેરના સરખેજ વિસ્તારમાં ગાંજાના વેપાર સાથે સંકળાયેલા આરોપીઓના ગેરકાયદે મકાન પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને અમદાવાદ પોલીસ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહી છે.

અમદાવાદમાં સરખેજ-જુહાપુરાના મકાનમાં ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ હતી. અમદાવાદમાં ડ્રગ્સના આરોપીઓ સામે હવે તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી છે. શહેરના સરખેજ વિસ્તારમાં ગાંજાના વેપાર સાથે સંકળાયેલા આરોપીઓના ગેરકાયદે મકાન પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને અમદાવાદ પોલીસ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહી છે. સરખેજના કૈલાશ તળાવ પાસે આવેલા આરોપીઓના મકાનને તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ છે.

સુનિતા રાઠોડ અને પતિ દીપક રાઠોડ સામે કાર્યવાહી

મળતી માહિતી મુજબ, મહિલા આરોપી સુનિતા રાઠોડ અને તેના પતિ દીપક રાઠોડ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે. તપાસ દરમિયાન બંને આરોપીઓ સરકારી જમીન પર ગેરકાયદે મકાન બનાવીને રહેતા હોવાનો ખુલાસો થયો હતો. આ મકાનમાં ગાંજાનો વેપાર કરવામાં આવતો હોવાની વિગતો પણ સામે આવી છે.

અગાઉ પણ AMCએ કર્યું હતું ડિમોલેશન

મહત્વનું છે કે, વર્ષ 2023-24 દરમિયાન AMC દ્વારા આ ગેરકાયદે મકાનનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું. જોકે, ત્યારબાદ આરોપીઓએ ફરીથી ત્યાં ગેરકાયદે બાંધકામ કરીને મકાન ઊભું કરી દીધું હતું. આથી હવે તંત્ર દ્વારા ફરી એકવાર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પોલીસ અને AMCની સંયુક્ત કામગીરી

સરખેજના કૈલાશ તળાવ પાસે આવેલા આ મકાન પર આજે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં અમદાવાદ પોલીસ અને AMCની ટીમ જોડાઈ છે. ડ્રગ્સના આરોપીઓ સામે કડક વલણ અપનાવીને ગેરકાયદે બાંધકામ દૂર કરવાની આ કાર્યવાહી શહેરમાં ચર્ચાનો વિષય બની છે.

આ કાર્યવાહીનો મુખ્ય હેતુ સરકારી જમીન પર થયેલા ગેરકાયદે બાંધકામને દૂર કરવાનો છે. હવે આ મામલે આગળ તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.

Breaking News : મોડી રાત્રે દાહોદમાં ગમખ્વાર અકસ્માત! બેકાબૂ કારે 5 વાહનોને લીધા અડફેટે, જુઓ CCTV Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Published on: Nov 23, 2026 12:33 PM
Follow Us
Loading...
Unable to load recommendations.