Ahmedabad Breaking : સહજાનંદ કોલેજ પાસે પડ્યો ‘મહાકાય ભૂવો’! આખુ ટ્રાફિક સિગ્નલ સમાઈ ગયુ, BRTS રૂટ બંધ, જુઓ Video

| Edited By: | Updated on: Jul 25, 2026 | 11:40 AM

ભૂવો અંદાજે 10 ફૂટથી વધુ ઊંડો અને 15 ફૂટથી વધુ પહોળો હોવાનું સામે આવ્યું છે. ભૂવો એટલો મોટો હતો કે ત્યાં આવેલું આખું ટ્રાફિક સિગ્નલ તેમાં સમાઈ ગયું છે.

ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરુપ જોવા મળી રહી છે અમદાવાદ શહેરમાં ભારે વરસાદ બાદ ભૂવા પડવાની ઘટનાઓ શરૂ થઈ છે. શહેરના પાલડી વિસ્તારમાં સહજાનંદ કોલેજ નજીક અચાનક મહાકાય ભૂવો પડતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આખું ટ્રાફિક સિગ્નલ ભૂવામાં સમાઈ ગયું

મળતી માહિતી મુજબ, ભૂવો અંદાજે 10 ફૂટથી વધુ ઊંડો અને 15 ફૂટથી વધુ પહોળો હોવાનું સામે આવ્યું છે. ભૂવો એટલો મોટો હતો કે ત્યાં આવેલું આખું ટ્રાફિક સિગ્નલ તેમાં સમાઈ ગયું છે.

ઘટનાની જાણ થતાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), ટ્રાફિક પોલીસ અને અન્ય સંબંધિત વિભાગોની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સુરક્ષાના ભાગરૂપે સમગ્ર વિસ્તારને બેરિકેડિંગ કરીને વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો.

સહજાનંદ કોલેજથી નહેરુનગર BRTS રૂટ બંધ

ભૂવો પડવાના કારણે સહજાનંદ કોલેજથી નહેરુનગર BRTS રૂટને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સત્તાવાળાઓ દ્વારા વૈકલ્પિક માર્ગો પરથી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

હાલ તંત્ર દ્વારા ભૂવો ભરવાની અને માર્ગને ફરી શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ભૂવો પડવાનું ચોક્કસ કારણ જાણવા માટે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

પાલનપુરમાં વીજ કેબલમાં ભયાવહ આગ, ધડાકા સાથે અફરાતફરીનો માહોલ, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Published on: Jul 25, 2026 08:53 AM
Follow Us
Loading...
Unable to load recommendations.