Ahmedabad: બી.જે.મેડીકલ કોલેજની લેબને 24 કલાક કાર્યરત કરાઈ, કોરોના સેમ્પલના રિપોર્ટ ઝડપથી મળે તે માટે કરાઇ વ્યવસ્થા

|

Jan 12, 2022 | 7:25 AM

ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જેથી કોરોનાના લક્ષણો ધરાવનારાઓને સેમ્પલના રિપોર્ટ ઝડપથી મળે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગુજરાતમાં કોરોનાના કેસો (Corona cases)માં તો વધારો થયો જ છે સાથે ઓમિક્રોનના કેસ (Omicron case)પણ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે દર્દીઓના કોરોના ટેસ્ટ (Corona test)ના રિપોર્ટ ઝડપથી મળી રહે તે માટે અમદાવવાદની બી.જે.મેડીકલ કોલેજની લેબને 24 કલાક માટે કાર્યરત કરવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોનાના કેસને લઇ 24 કલાક માટે લેબ કાર્યરત કરાઇ છે. બી.જે.મેડીકલ કોલેજની લેબને 24 કલાક માટે કાર્યરત કરવામાં આવી છે. સેમ્પલના રિપોર્ટ ઝડપથી મળે તે માટે આ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગે માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડૉક્ટર નીતા ખંડેલવાલે સ્પષ્ટતા કરી હતી અને કહ્યું હતુ કે દરરોજ 2 હજારથી વધુ સેમ્પલ લઇ RTPCR ટેસ્ટ કરવામાં આવે છે.

ત્યાર બાદ સેમ્પલને ગાંધીનગરની લેબમાં જીનોમસિકવન્સ માટે મોકલવામાં આવે છે. જેમાંથી ડિસેમ્બર મહિનામાં મોકલાયેલા સેમ્પલોમાં ડેલ્ટા પ્લસ અને ઓમિક્રૉન રિપોર્ટ મળી આવ્યાં છે. ટ્રાવેલ હિસ્ટ્રી વાળા ઓમિક્રૉનના પાંચ અને 4 દર્દી ડેલ્ટા વેરિઅન્ટના પણ મળ્યા છે. જો કે જાન્યુઆરી મહિનાના મોકલાયેલ સેમ્પલોના તમામ પરિણામો હજુ બાકી છે.

ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જેથી કોરોનાના લક્ષણો ધરાવનારાઓને સેમ્પલના રિપોર્ટ ઝડપથી મળે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.

મહત્વનું છે કે 11 જાન્યુઆરીએ કોરોનાના નવા 7476 કેસ નોંધાયા છે. તો કોરોના સંક્રમણથી 3 દર્દીના મોત થયા છે. વલસાડ, સુરત અને પોરબંદરમાં 1-1 દર્દીનું મોત થયું. રાજ્યમાં રાજ્યમાં 2704 દર્દી સારવાર બાદ સાજા થયા છે. ગુજરાતમાં કોરોનાના 37238 એક્ટિવ કેસ છે. જે પૈકી 37204 દર્દી સ્ટેબલ અને 34 દર્દી વેન્ટીલેટર સારવાર હેઠળ છે. જો કે મંગળવારે ઓમીક્રોનનો એક પણ કેસ નોંધાયો નથી.

આ પણ વાંચોઃ

Gujarat માં કોરોના વધતાં સંક્રમણ વચ્ચે નિયમોમાં કરાયા આ ફેરફાર, જાણો વિગતે

આ પણ વાંચોઃ

અમદાવાદમાં કોરોના વકર્યો, નવા 19 વિસ્તારો માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર

Next Video