Ahmedabad: અમદાવાદમાં જાહેરમાં હોસ્પિટલો દ્વારા મેડિકલ વેસ્ટ ફેંકતા રોગચાળો ફેલાવાનો ભય, સ્થાનિકોમાં રોષ, જુઓ video

Ahmedabad: અમદાવાદમાં જાહેરમાં હોસ્પિટલો દ્વારા મેડિકલ વેસ્ટ ફેંકતા રોગચાળો ફેલાવાનો ભય, સ્થાનિકોમાં રોષ, જુઓ video

| Edited By: | Updated on: Oct 11, 2023 | 3:47 PM

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકવાને લઈ સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. આસપાસની હોસ્પિટલો દ્વારા મેડિકલ વેસ્ટને રસ્તા પર ફેંકવામાં આવે છે, જેને લઈ સ્થાનિક લોકોમાં ઈન્ફેક્શન ફેલાવાનો ડર ફલાયો છે. ઝૂંડાલ થી વૈષ્ણોદેવી તરફ જવાના માર્ગ પર જાહેરમાં જ કેટલી હોસ્પિટલ દ્વારા મેડિકલ વેસ્ટ મોટા પ્રમાણમાં ફેંકવામાં આવે છે.

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકવાને લઈ સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. આસપાસની હોસ્પિટલો દ્વારા મેડિકલ વેસ્ટને રસ્તા પર ફેંકવામાં આવે છે, જેને લઈ સ્થાનિક લોકોમાં ઈન્ફેક્શન ફેલાવાનો ડર ફલાયો છે. ઝૂંડાલ થી વૈષ્ણોદેવી તરફ જવાના માર્ગ પર જાહેરમાં જ કેટલી હોસ્પિટલ દ્વારા મેડિકલ વેસ્ટ મોટા પ્રમાણમાં ફેંકવામાં આવે છે. છેલ્લા કેટલાક દિવસોથી આ પ્રકારે વેસ્ટ નાંખવામાં આવે છે. તો વળી સફાઈ માટેની ટીમ પણ આ વેસ્ટને નજર અંદાજ કરી રહી હોય એવી સ્થિતિ લાગી રહી છે.

આ પણ વાંચોઃ Aravalli: ભ્રષ્ટાચારીએ ગરીબને પણ ના છોડ્યો! પ્રધાનમંત્રી આવાસ માટે લાંચ માંગતો તલાટી ACB ના છટકામાં ઝડપાયો, જુઓ Video

મનપા દ્વારા આ અંગે કોઈ પગલા ભરાશે કે કેમ એ પ્રકારના સવાલો પણ થઈ રહ્યા છે. ખાનગી હોસ્પિટલો દ્વારા જાણે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ અને સોલિડ વેસ્ટ વિભાગની ઘોર બેદરકારી હોય એ પ્રકારના આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હોસ્પિટલોએ મેડિકલ વેસ્ટનો નિકાલ કરવાની ચોક્કસ ગાઈડલાઈન છે, આમ છતાં તેને અનુસરવાને બદલે ખાનગી હોસ્પિટલો મોટા પ્રમાણમાં આ રીતે મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકવામાં આવે છે.

અમદાવાદ સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 11, 2023 03:45 PM
Follow Us