Ahmedabad: બોપલ ઘૂમા પાલિકાના સફાઈકર્મીઓનો પ્રશ્ન ઉકેલાયો, સફાઈ કર્મચારી તરીકે નોકરી કરતા 53 લોકોને રોજમદાર સફાઈ કર્મચારીની અપાઈ નોકરી

|

Sep 08, 2022 | 7:13 PM

Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે મોટો નિર્ણય કર્યો છે. બોપલ-ઘુમા પાલિકાના સફાઈકર્મચારીઓનો પ્રશ્ન ઉકેલાયો છે. જેમાં પાલિકામાં સફાઈ કર્મચારી તરીકે નોકરી કરતા 53 સફાઈ કર્મચારીઓને હવે રોજમદાર સફાઈ કર્મચારીની નોકરી આપવામાં આવી છે.

અમદાવાદ (Ahmedabad)માં બોપલ ઘુમા વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનાઓથી સફાઈકર્મીઓ હડતાળ પર હોવાથી આ વિસ્તારમાં ગંદકીના ઢગ ખડકાયા હતા. જોકે મ્યુનિસિપલ કમિશનરે (Commissioner) બોપલ-ઘુમા (Bopal-Ghuma) પાલિકાના સફાઈ કર્મચારીઓનો નોકરીનો મહત્વનો પ્રશ્નનો ઉકેલ લાવ્યો છે. જે તે સમયે પાલિકામાં સફાઈ કર્મચારી તરીકેની નોકરી કરતા 53 લોકોને હવે રોજમદાર સફાઈ કર્મચારીની નોકરી આપવામાં આવી છે. સાથે જ નગરપાલિકાના 39 કર્મચારીઓને પણ કાયમી કરવામાં આવ્યા છે. આ મુદ્દે 3 અધિકારીઓની કમિટીએ કરેલા નિર્ણયને મ્યુનિસિપલ કમિશનરે મંજૂર રાખ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેષ બારોટે કહ્યું કે બોપલ-ઘૂમા વિસ્તારમાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રખાશે અને જરૂર પડે વધારે સફાઈ કર્મચારીઓને પણ મુકવામાં આવશે.

 સફાઈકર્મીઓને કાયમી કરી કમિશનરે લાવ્યો પ્રશ્નનો ઉકેલ

બોપલ ઘુમા વિસ્તારને ટાઉન પ્લાનિંગ સ્કીમ અંતર્ગત AMCમાં સમાવવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં સફાઈ કર્મચારીઓ તેમને કાયમી કરવાની માગ સાથે હડતાળ પર ઉતરતા અહીં સ્વચ્છતાનો અભાવ જોવા મળતો હતો. આ મામલે AMC કમિશનરે સફાઈ કર્મચારીઓને સાંભળ્યા હતા. જેમાં પાલિકામાં સફાઈ કર્મચારી તરીકે નોકરી કરતા 53 લોકોને રોજમદાર કર્મચારી અને નગરપાલિકાના 39 કર્મચારીઓને પણ કાયમી કરી દેવામાં આવતી સફાઈ કર્મચારીઓના પ્રશ્નનો અંત આવ્યો છે. આ અંગે કોર્પોરેશને એવી પણ ખાતરી આપી છે કે બોપલ ઘુમા સહિત શહેરના નવા વિસ્તારોમાં પણ જ્યાં જ્યાં સફાઈનો પ્રશ્ન છે ત્યાં પણ ઝડપથી કામગીરી કરવામાં આવશે.

Published On - 10:20 pm, Tue, 6 September 22

Next Video