Ahmedabad : કોંગ્રેસના નેતાઓ વિશે સોશિયલ મીડિયામાં બેફામ નિવેદન કરવા બદલ અતુલ પટેલ અને વંદના પટેલ સસ્પેન્ડ

|

Mar 30, 2022 | 11:02 PM

થોડા દિવસ પહેલા બંનેની એક ઓડિયો ક્લીપ વાયરલ થઇ હતી. જેમાં વંદના પટેલે કોંગ્રેસ નેતાઓ વિરૂદ્ધ બેફામ નિવેદનો કર્યા હતા. વંદના અને અતુલ પટેલની બે મહિના જૂની કથિત ઓડિયો ક્લીપ વાયરલ થયા બાદ આ પગલા લેવામાં આવ્યા છે.

Ahmedabad :  કોંગ્રેસના (Congress)નેતાઓ વિશે સોશિયલ મીડિયામાં બેફામ નિવેદનો કરવા મુદ્દે અમદાવાદના કોંગ્રેસના નેતા અતુલ પટેલ (Atul patel) અને વંદના પટેલને (Vandana Patel) સસ્પેન્ડ (Suspended)કરવામાં આવ્યા છે. પ્રદેશ કોંગ્રેસે અતુલ પટેલ અને વંદના પટેલને સસ્પેન્ડ કર્યા છે. નોંધનીય છેકે થોડા દિવસ પહેલા બંનેની એક ઓડિયો ક્લીપ વાયરલ થઇ હતી. જેમાં વંદના પટેલે કોંગ્રેસ નેતાઓ વિરૂદ્ધ બેફામ નિવેદનો કર્યા હતા. વંદના અને અતુલ પટેલની બે મહિના જૂની કથિત ઓડિયો ક્લીપ વાયરલ થયા બાદ આ પગલા લેવામાં આવ્યા છે. જોકે ટીવીનાઈન આ ઓડિયો ક્લીપની સચ્ચાઈની પુષ્ટિ કરતું નથી.

હાલમાં કૉંગ્રેસના પ્રવક્તા અતુલ પટેલ પણ એેક સમયે હાર્દિક પટેલની કૉર ટીમના સભ્ય હતા. મોટાં આંદોલનો હોય કે પછી પ્રેસ કૉન્ફરન્સ અતુલ પટેલ હંમેશાં હાર્દિકની સાથે દેખાતા હતા. જોકે, 2017ની વિધાનસભાની ચૂંટણી બાદ તેઓ કૉંગ્રેસમાં જોડાયા હતા. હાર્દિક પટેલના અનામત આંદોલનમાં એક સમયે પાસની મજબૂત પીઠબળ ગણાતા વંદના પટેલ પાટીદાર અનામત આંદોલનમાંથી આગળ આવ્યાં છે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની નજીક છે. વંદના પટેલ પાટીદાર અનામત આંદોલનનો ચેહરો બન્યા હતા અને મૂળ મહેસાણાનાં છે. આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ વંદના પટેલ કોંગ્રેસમાં જોડાયા છે.

 

આ પણ વાંચો :  ગુજરાતમાં શાળાઓમાં વિદ્યાર્થીઓની 100 ટકા હાજરી મુદ્દે હાઇકોર્ટમાં રાજ્ય સરકારે આપ્યું આ નિવેદન

આ પણ વાંચો :  Junagadh: માતાપિતા કે વૃદ્ધોને પરેશાન કરતા સંતાનોની હવે ખેર નથી, જૂનાગઢમાં વરિષ્ઠ નાગરિકો માટે રાજ્યનો પહેલો પ્રોજેક્ટ શરૂ

Next Video