Ahmedabad: આસિસ્ટન્ટ ઈન્કમટેક્સ કમિશનર વિવેક જોહરી CBIના સંકજામાં, 30 લાખના લાંચ કેસમાં કરાઈ ધરપકડ
અમદાવાદમાં આસિસ્ટન્ટ ઈન્કમટેક્સ કમિશનરની ધરપકડ કરવામાં આવી છે. CBIએ 30 લાખ રૂપિયાના લાંચ કેસમાં આસિસ્ટન્ટ ઈન્કમટેક્સ કમિશનરની ધરપકડ કરી છે. આસિસ્ટન્ટ ઈન્કમટેક્સ કમિશનર વિવેક જોહરીની CBIએ ધરપકડ કરી છે.
અમદાવાદમાં આસિસ્ટન્ટ ઈન્કમટેક્સ કમિશનરની ધરપકડ કરવામાં આવી છે. CBIએ 30 લાખ રૂપિયાના લાંચ કેસમાં આસિસ્ટન્ટ ઈન્કમટેક્સ કમિશનરની ધરપકડ કરી છે. આસિસ્ટન્ટ ઈન્કમટેક્સ કમિશનર વિવેક જોહરીની CBIએ ધરપકડ કરી છે.
30 લાખની લાંચ લેવાનો કેસ
CBIએ 12 ઓક્ટોબર 2022એ આસિસ્ટન્ટ ઈન્કમટેક્સ કમિશનર સામે રૂ. 30 લાખની લાંચ લેવાનો કેસ નોંધ્યો હતો. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે 04.10.2022ના રોજ ગુજરાત રાજ્યની ACB દ્વારા છેતરપિંડીની કાર્યવાહી દરમિયાન તત્કાલીન આસિસ્ટન્ટ કમિશનરે એડિશનલ કમિશનરને તેમની ઓફિસમાંથી ભાગી જવા માટે મદદ કરી હતી.
આ સિવાય તત્કાલિન એડિશનલ કમિશનરે એસીબીની પકડમાંથી છટકી જતા પહેલા બે મોબાઈલ હેન્ડસેટ આસિસ્ટન્ટ કમિશનરને આપ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યારે એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે પુરાવા હાથ ન લાગી શકે તે માટે તત્કાલિન આસિસ્ટન્ટ કમિશનરે એડિશનલ કમિશનરની સૂચનાથી બે મોબાઈલ સાબરમતી નદીમાં ફેંકી દીધા હતા.
સાબરમતી નદીમાંથી બે મોબાઈલ કબજે કર્યા
સીબીઆઈએ ડ્રાઈવર અને અન્ય એજન્સીઓની મદદથી સાબરમતી નદીમાંથી બંને મોબાઈલ કબજે કર્યા છે અને ધરપકડ કરાયેલા આરોપીને અમદાવાદની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને તેને 17.04.2023 સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.