Ahmedabad: સંધિવાની બીમારીથી પીડિત દર્દીઓને હવે કાપ કૂપ વિના મળી શકશે સારવાર, જાણો અનોખી પદ્ધતિ વિશે

|

Feb 21, 2022 | 9:53 AM

અત્યાર સુધી હાડકાઓના સાંધામાં થતા અસહ્ય દુખાવાની સારવાર ઓપરેશન સાથે અને અત્યંત પીડાદાયક રહેતી હતી. જો કે હવે દેશમાં પ્રથમવાર કોણીના દુખાવાની સારવાર કોઈપણ ઓપરેશન વિના અમદાવાદમાં પ્રથમવાર શરુ થઇ છે

Ahmedabad: સંધિવાની બીમારીથી પીડિત દર્દીઓને હવે કાપ કૂપ વિના મળી શકશે સારવાર, જાણો અનોખી પદ્ધતિ વિશે
Ahmedabad: Arthritis patients can now get treatment without incision coupe

Follow us on

ઘૂંટણ, કાંડા અને ખભા સહિત કોણીના દુખાવાથી પીડિત લોકો માટે સારા સમાચાર છે. અમદાવાદ (Ahmedabad)માં આ તમામ પ્રકારના પીડાની સારવાર હવે કોઈપણ કાપકૂપ કે ઓપરેશન (Operation) વગર ઉપલબ્ધ બની રહેશે. આ સારવારમાં કોણીના દુખાવા (pain)ની સારવાર (Treatment) હવે પ્રથમવાર ઓપરેશન વિના થશે, તો જાણો કે આ નવી પદ્ધતિ છે શું અને તેના ફાયદા કેવા પ્રકારના છે.

અત્યાર સુધી હાડકાઓના સાંધામાં થતા અસહ્ય દુખાવાની સારવાર ઓપરેશન સાથે અને અત્યંત પીડાદાયક રહેતી હતી. જો કે હવે દેશમાં પ્રથમવાર કોણીના દુખાવાની સારવાર કોઈપણ ઓપરેશન વિના અમદાવાદમાં પ્રથમવાર શરુ થઇ છે. એટલુ જ નહીં ઘૂંટણ, કાંડા અને ખભા સહિતના સંધિવાના દુખાવાની સારવાર પણ હવે ઓપરેશન વિના શક્ય છે.

સંધિવાની બીમારી મોટાભાગે ઉંમર વધવાની સાથે લોકોને પરેશાન કરે છે. આ બીમારીમાં ઘૂંટણ, કોણી કે ખભાના દુખાવાથી ઘણા લોકો પીડિત રહેતા હોય છે. તો હલનચલનમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે અમદાવાદમાં સંધિવાની બીમારીને કોઈપણ ઓપરેશન વિના દૂર કરવામાં આવશે. કોણીમાં દુખાવો હશે તો કોઈપણ કાપકૂપ વિના જ દુખાવામાંથી રાહત મળી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

સંધિવાની બીમારીની અનોખી સારવાર

ઘણા લોકો શરીર સ્વસ્થ બનાવવાની ઉતાવળમાં અનેક મુશ્કેલીઓને આમંત્રણ આપતા હોય છે. તો જીમમાં વધુ પડતી કસરત કરવાથી કે ટેનિસ જેવી રમતો રમવાને કારણે શરીરના અલગ-અલગ અંગોના દુખાવા તેમને થતા હોય છે જેના કારણે સામાન્ય જીવનમાં કરાતી કામગીરીમાં પણ તેઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે મણિનગરમાં આવેલી એક હોસ્પિટલમાં દુખાવાથી પીડિત આવા જ એક દર્દીની સારવાર કરવામાં આવી હતી.

દેશમાં પહેલી વખત ટેનિસ એલ્બોનું ઓપરેશન કોઈપણ પ્રકારની કાપકૂપ વગર અમદાવાદમાં કરવામાં આવ્યું. પાણીની બોટલ કે ચાનો કપ પકડી ન શકે તે પ્રકારની પીડા સહન કરતા દર્દીને માત્ર પંદર મિનિટની ટ્રીટમેન્ટ બાદ દર્દમાંથી મુક્તિ મળી

કઇ રીતે કરવામાં આવે છે સારવાર ?

આ દર્દીની સારવારમાં જાપાનની તકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો. મણિનગરમાં રહેતા એક્સપર્ટ ડોક્ટર દ્વારા દેશમાં પ્રથમવાર અનોખી સારવાર શરૂ કરવામાં આવી છે.આ ઓપરેશન કૈથલેબ મશીન દ્વારા કરવામાં આવ્યુ. જેનો ઉપયોગ હાર્ટની એન્જોગ્રાફી માટે કરવામાં આવે છે. એક નિષ્ણાંત ડોક્ટરના જણાવ્યા અનુસાર આ સારવાર દર્દી માટે થોડી મોંઘી બની શકે છે. જો કે કાપ કૂપ વિના થતી આ સારવાર ખૂબ લાભદાયી થતી હોવાનું પણ તેમણે જણાવ્યુ હતુ.

એન્જીયોગ્રાફીથી નસમાં જઇને બ્લડ સપ્લાય ઓછુ કરનારની નસની ઓળખ કરવામાં આવે છે અને પછી તેમાં માઇક્રો પાર્ટિકલ્સ નાખીને તેને બંધ કરીને આ સારવાર કરવામાં આવતી હોવાનું તજજ્ઞએ જણાવ્યુ હતુ.

પહેલા ટેનિસના ખેલાડીને મોટેભાગે કોણીની પીડા રહેતી હતી, પરંતુ હવે સામાન્ય રીતે ઘણા લોકો આ શારીરિક તકલીફનો સામનો કરી રહ્યા છે. ત્યારે દર્દીઓ માટે આ અનોખી સારવાર આશીર્વાદરૂપ સાબિત થઈ રહેશે

આ પણ વાંચો-

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝડપેલા કબુતરબાજીના રેકેટમાં વધુ ખુલાસા, 78 પાસપોર્ટ અને બેંકના સ્ટેમ્પ મળ્યા

આ પણ વાંચો-

શૌચાલય યોજનામાં કરોડોના કૌભાંડના આમ આદમી પાર્ટી (AAP)ના આક્ષેપો, કૌભાંડની તપાસની માગ

Published On - 7:02 am, Mon, 21 February 22

Next Article