અમદાવાદ: વાડજ સર્કલ પાસે સર્જાયો અકસ્માત, મંદિર સાથે ટકરાઈ AMTS બસ, જાણો વિગત

| Edited By: | Updated on: Jan 07, 2022 | 10:05 AM

અમદાવાદમાં ફરી એકવાર AMTS નો અકસ્માત સામે આવ્યો છે. આ વખતે બસ મંદિરે ટકરાતા મંદિરને નુકસાન થયું છે.

અમદાવાદઃ વાડજ સર્કલ પાસે એએમટીએસ બસે અકસ્માત (AMTS Bus accident) સર્જયો છે. અકસ્માત બાદના દ્રશ્યો પણ સામે આવ્યા છે. જણાવી દઈએ કે બસ અકસ્માતમાં બસ મંદિરને ટકરાઈ છે. મંદિર સાથે અકસ્માત થતા મંદિરને નુકસાન થયું છે. તો અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ સર્જાયો હતો. અને સવાર સવારમાં કામે જતા લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

જણાવી દઈએ કે અમદાવાદમાં (Ahmedabad) થયેલા આ અકસ્માતમાં કોઈ જાનહાનીની માહિતી નથી મળી. સારા સમાચાર એ છે કે કોઈને આ અકસ્માતમાં ઈજા પહોંચી નથી. ત્યારે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ઘણા લોકો રોજ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે હવે ટ્રાફિક અને અકસ્માતની સમસ્યાને લઈને પણ તંત્રએ વિચારવું રહ્યું.

 

આ પણ વાંચો: કોરોના સામે સરકાર એક્શન મોડમાં: દરેક જિલ્લામાં IAS અધિકારીઓને સોંપાઈ જિલ્લા પ્રભારી સચિવની જવાબદારી

આ પણ વાંચો: Happy Birthday Supriya Pathak : ખીચડીની ‘હંસા’ એટલે કે સુપ્રિયા પાઠકે 11 વર્ષ બાદ કર્યું હતું ફિલ્મમાં કમબેક, ફેન્સે કર્યા ભરપૂર વખાણ

Published on: Jan 07, 2022 09:54 AM