Ahmedabad: બાપુનગરમાં ખાડાઓનું કામચલાઉ પુરાણ, માત્ર કપચી નાંખી સંતોષ માનતું AMC

|

Jul 31, 2022 | 4:06 PM

અમદાવાદમાં (Ahmedabad) મહાનગરપાલિકા ખાડાઓ પુરાવાનો ફક્ત દેખાડો કરી રહ્યું હોય તેવું લાગે છે. ખાડાને પુરવા તેના પર ફક્ત કપચી નાખી કામનો સંતોષ માનવામાં આવે છે.

અમદાવાદમાં (Ahmedabad) શહેરીજનો માટે અભિશાપ સમાન આ મસમોટા ખાડા હવે લોકોના માથાનો દુખાવો વધારી રહ્યા છે. ચોમાસામાં (Monsoon 2022) જ્યાં જુઓ ત્યાં ભૂવા પડી રહ્યા છે. ઠેર ઠેર ખાડારાજ યથાવત છે. વરસાદ આવે એટલે દર વર્ષે અમદાવાદમાં ખાડાઓ પડી જતા હોય છે અને લોકોને આ હાલાકી દરવર્ષે ભોગવવા તૈયાર રહેવુ પડે છે. આ વર્ષે પણ અમદાવાદીઓની સ્થિતિ કઇક એવી જ છે. બાપુનગરમાં ખાડા પડ્યા પછી પણ તંત્ર વ્યવસ્થિત ખાડા પુરવાના બદલે માત્ર કપચી નાખીને કામ ચલાવે છે. અમદાવાદમાં મહાનગરપાલિકા ખાડાઓ પુરાવાનો ફક્ત દેખાડો કરી રહ્યું હોય તેવું લાગે છે. ખાડાને પુરવા તેના પર ફક્ત કપચી નાખી કામનો સંતોષ માનવામાં આવે છે.

અમદાવાદના બાપુનગરમાં કઇક આવી જ સ્થિતિ જોવા મળી છે. બાપુનગરના અનિલ સ્ટાર્ચ પાસે રસ્તા પર ખાડા પડી જવાને કારણે કપચી પાથરવામાં આવી હતી. પરંતુ તે કપચીને કારણે વાહનચાલકોની સ્થિતિ વધુ કફોડી બની છે. કપચીને કારણે વાહનચાલકોને પડી જવાનો ભય સતાવી રહ્યો છે. રસ્તા પર પડેલા ખાડા પૂરવા કપચી નાખવામાં આવી પણ આ કપચી હવે વાહનચાલકો માટે માથાનો દુઃખાવો સાબિત થઈ રહી છે. બીજી તરફ કપચીને કારણે ધૂળ ઉડે છે અને આ ઉડતી ધૂળને કારણે આસપાસ રહેતા સ્થાનિકો પણ પરેશાન છે.

બીજી તરફ ટીવીનાઈનની ટીમ જ્યારે સ્થાનિકોની સમસ્યા સાંભળી રહી હતી, તે જ સમયે ધારાસભ્ય વલ્લભ કાકડિયા સ્થળ પર પહોંચ્યા હતા. સ્થાનિકો સહિત ટીવીનાઈનની ટીમે રસ્તા અંગે ધારાસભ્યને સવાલ કર્યા તો ધારાસભ્યએ ખાતરી આપી કે વરસાદી સિઝન પૂર્ણ થયા બાદ 10 કરોડના ખર્ચે RCC રોડ તૈયાર કરવામાં આવશે. જે પછી રસ્તા પર ખાડા પડવા સહિતની સમસ્યાઓમાંથી લોકોને મુક્તિ મળશે.

Next Video