Ahmedabad : ડોર ટૂ ડોર યુઝર્સ ચાર્જમાં વધારાની સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત

|

Feb 15, 2022 | 4:03 PM

અમદાવાદમાં સફાઇ અને સેનિટેસનની સુવિધા વધારવા નવા ચાર્જ નક્કી કરવામાં આવશે.. નવા ડોર ટુ ડોર યુઝર્સ ચાર્જસથી ટેક્સ બિલમાં વધારો થશે. ગુરૂવારે યોજાનાર સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે.

અમદાવાદ(Ahmedabad)મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરી એક વખત ડોર ટુ ડોર યુઝર્સ ચાર્જીસમાં (User Charges) વધારાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં(Standing Committee) મૂકાઇ છે. જેમાં રહેણાંક એકમોના પ્રતિદિન 1 રૂપિયાની જગ્યાએ 3 રૂપિયા ચાર્જની દરખાસ્ત કરાઇ છે. તો બિન રહેણાંક એકમોમાં 2 રૂપિયાની જગ્યાએ 5 રૂપિયા ચાર્જની દરખાસ્ત કરાઇ છે.. સફાઇ અને સેનિટેસનની સુવિધા વધારવા નવા ચાર્જ નક્કી કરવામાં આવશે.. નવા ડોર ટુ ડોર યુઝર્સ ચાર્જસથી ટેક્સ બિલમાં વધારો થશે. ગુરૂવારે યોજાનાર સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે.. અગાઉ વિપક્ષના વિરોધને પગલે દરખાસ્ત સ્થગિત રખાઇ હતી.

આ પણ વાંચો : Ahmedabad: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેસીને ક્રિકેટ સટ્ટો રમતા બે બુકીઓ ઝડપાયા, ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાઈ રહી હતી મેચ 

આ પણ વાંચો : Kheda: નડિયાદ રેલવે પોલીસની ઉત્કૃષ્ટ કામગીરી, એક દિવ્યાંગનો જીવ બચાવ્યો, જુઓ વીડિયો

Next Video