Ahmedabad : FSLના રિપોર્ટ બાદ જવાબદારો વિરુદ્ધ કરાશે કાર્યવાહી, ACP એ કહી આ વાત, જુઓ Video

|

May 12, 2023 | 7:30 PM

અમદાવાદ વિકાસ એસ્ટેટ આગની ઘટનામાં FSL નો રિપોર્ટ આવ્યા બાદ બેદરકારી દાખવનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે. એસ્ટેટમાં આવેલા 179 શેડ પૈકી મોટાભાગના શેડ ગેરકાયદે હોવાનું જાણવા મળ્યુ હતુ.

અમદાવાદના બાપુનગરના વિકાસ એસ્ટેટમાં આગના કેસમાં તપાસ ચાલી રહી છે. ત્યારે આગ લાગવા પાછળનું કારણ જાણવા હવે FSLની મદદ લેવાઈ છે. FSLની ટીમ દ્વારા એસ્ટેટમાંથી વીડિયોગ્રાફી સાથે નમૂના લેવાયા હતા. FSLને સાથે રાખી પોલીસે સ્થળ પર પંચનામું કર્યુ હતુ. ફાયર વિભાગના અધિકારીઓની હાજરીમાં પંચનામું કરવામાં આવ્યું હતું. આગના કેસની તપાસ ડી ડિવિઝન ACP હિરેન્દ્ર ચૌધરીને સોંપાઈ છે.

આ પણ વાંચો : સુરતના જીલાની બ્રિજ નીચે કચરામાં લાગેલી આગ ઝુંપડાઓમાં ફેલાઇ, ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી

હાલ અધિકારીઓએ તપાસ કરી રહ્યા છે પરંતુ FSL નો રિપોર્ટ બાદ બેદરકારી દાખવનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે. હાલ શહેર કોટડા પોલીસએ જાણવાજોગ ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે. મહત્વનુ છે કે બે દિવસ પહેલા વિકાસ એસ્ટેટના ફટાકડાના ગોડાઉનમાં ભયાનક આગ લાગી હતી. એસ્ટેટમાં આવેલા 179 શેડ પૈકી મોટાભાગના શેડ ગેરકાયદે હોવાનું જાણવા મળ્યુ હતુ. જેને લઈ તંત્ર દ્વારા હવે કાર્યવાહી કરવામાં આવશે. 179 શેડમાંથી માત્ર 17 પાસે જ લાયસન્સ હોવાનું ઓન સામે આવ્યું હતું.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 7:27 pm, Fri, 12 May 23

Next Video