ISKCON Bridge Accident Breaking: તથ્ય પટેલ સામે કોર્ટમાં 1684 પાનાની ચાર્જશીટ રજૂ, ચાર્જશીટમાં FSL, DNA, જગુઆર કંપનીનો રિપોર્ટ સામેલ, જૂઓ Video

|

Jul 27, 2023 | 2:47 PM

આરોપી તથ્ય પટેલે 19 જુલાઈએ મોડી રાત્રે બેફામ રીતે કાર હંકારીને 9 લોકોને કચડી માર્યા હતા. જેના એક જ અઠવાડિયામાં પોલીસ દ્વારા પાંચ હજાર પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. જેમાં FSL, DNA, જગુઆર કંપનીનો રિપોર્ટ પણ સામેલ છે.

Ahmedabad : અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર અકસ્માત (ISKCON Bridge Accident) સર્જનાર તથ્ય પટેલ (Tathya Patel) સામે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. આરોપી તથ્ય પટેલે 19 જુલાઈએ મોડી રાત્રે બેફામ રીતે કાર હંકારીને 9 લોકોને કચડી માર્યા હતા. જેના એક જ અઠવાડિયામાં પોલીસ દ્વારા પાંચ હજાર પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. જેમાં FSL, DNA, જગુઆર કંપનીનો રિપોર્ટ પણ સામેલ છે.

આ પણ વાંચો-Mehsana : ઊંઝા APMCમાં વેપારીઓની હડતાળ મુદ્દે પૂર્વ વાઈસ ચેરમેન અને પૂર્વ સેક્રેટરી સામસામે, એકબીજા પર લગાવ્યા ગંભીર આક્ષેપ

ચાર્જશીટમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો ?

પાંચ હજાર પાનાની ચાર્જશીટમાં FSL, DNA, જેગુઆર કંપનીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. તથ્ય પટેલ, પ્રજ્ઞેશ પટેલ, તથ્યના મિત્રોના નિવેદન રજૂ કરવામાં આવ્યા છે. ચાર્જશીટમાં કલમ 164 મુજબ 8 સાક્ષીના નિવેદન રજૂ કરવામાં આવ્યા છે. કુલ 1684 પાનાનું ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. કુલ 191 સાક્ષીનાં નિવેદન રજૂ કરવામાં આવ્યા છે. તો 15 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા છે. આ સાથે 9 પંચનામાનો સમાવેશ ચાર્જશીટમાં કરવામાં આવ્યો છે. આ સાથે જ અકસ્માતના રૂટ પરના CCTV ફૂટેજ પણ રજૂ કરવામાં આવ્યા છે. તથ્યના અગાઉના 2 અકસ્માતની વિગતો પણ તેમાં રજૂ કરવામાં આવી છે. જે પરથી લાગે છે કે તેને અકસ્માત કરવાની ટેવ છે.

શું હતો તથ્યકાંડનો ઘટનાક્રમ ?

19 જુલાઈએ મોડી રાત્રે ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત જોવા કેટલાક યુવકો બ્રિજ પર એકઠા થયા હતા. જે પછી તથ્ય પટેલે આ ટોળાના 9 લોકો પર પૂરજોશમાં જગુઆર કાર ચઢાવી દીધી હતી. આ તમામના મોત થયા હતા. 20 જુલાઈએ તથ્ય પટેલ અને તેના પિતાની ધરપકડ કરવામાં આવી હતી. તો 21 જુલાઈએ તથ્ય પટેલને કોર્ટમાં રજૂ કરાયો હતો. 21 જુલાઈએ કોર્ટે તથ્યના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

તથ્યના મિત્રોને કલમ 164 અંતર્ગત સાક્ષી બનાવાયા હતા. 24 જુલાઈએ રિમાન્ડ પૂર્ણ થતાં તથ્યને ફરી કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે તથ્ય પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો. 25 જુલાઈએ UKથી જગુઆર કંપનીનો રિપોર્ટ આવ્યો હતો. અકસ્માત સમયે કારની સ્પીડ 137 કિમી હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો હતો. કોર્ટની મંજૂરીથી કલમ 308નો ઉમેરો કરવામાં આવ્યો હતો.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Video