Ahmedabad: સાલ કોલેજના પ્રિન્સિપાલને માફી મગાવનાર અક્ષત જયસ્વાલને  ABVPએ સસ્પેન્ડ કરી દીધો

Ahmedabad: સાલ કોલેજના પ્રિન્સિપાલને માફી મગાવનાર અક્ષત જયસ્વાલને ABVPએ સસ્પેન્ડ કરી દીધો

| Edited By: | Updated on: May 13, 2022 | 1:38 PM

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ABVPના વિદ્યાર્થી નેતાઓની દાદાગીરી પર સવાલ ઉઠ્યા હતા. આ ઘટના બહાર આવ્યા બાદ ABVP હરતકમાં આવ્યું હતું અને અક્ષત જયસ્વાલને દરેક જવાબદારીમાંથી હટાવી દેવામાં આવ્યો હતો.

અમદાવાદ (Ahmedabad) ની સાલ ડિપ્લોમા ઈજનેરી કોલેજ (Diploma Engineering College) ના પ્રિન્સિપાલ સાથે ગેરવર્તણૂકને લઈ ABVPએ અક્ષત જયસ્વાલને સસ્પેન્ડ કરી દીધો છે. પ્રિન્સિપાલ સાથે ગેરવર્તણૂક બદલ ABVP દ્વારા અક્ષતને દરેક જવાબદારીમાંથી હટાવી દેવામાં આવ્યો છે. વિદ્યાર્થી સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા ભૂલ થયાનો ABVPએ સ્વીકાર કર્યો છે. ABVPના શહેર મંત્રી પ્રાર્થના અમીન અને પ્રતિનિધિ મંડળ આ બાબતે પ્રિન્સિપાલ ડૉક્ટર મોનિકા સ્વામી સાથે મુલાકાત કરશે અને તેમની ભૂલનો સ્વીકાર કરશે.

મહત્વનું છે કે, કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની હાજરી મુદ્દે ABVPના વિદ્યાર્થી નેતાઓ દ્વારા પ્રિન્સિપાલ સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. તે દરમિયાન કોલેજના પ્રિન્સિપાલ વિદ્યાર્થીઓ આગળ બે હાથ જોડી પગે લાગતા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થયા બાદ ABVP દ્વારા ભૂલનો સ્વીકાર કરી લૂલો બચાવ કરવામાં આવ્યો છે.

ઘટના એવી હતી કે સાલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની હાજરી બાબતે ABVPના અક્ષત જયસ્વાલ સહિતના નેતાઓ આચાર્યની કેબિનમાં રજૂઆત કરવા ગયા હતા. અહીં, શાંતિથી રજૂઆત કરવાની વાત તો એકબાજુ રહી પણ ABVPના વિદ્યાર્થી નેતાઓની રકઝક અને દાદાગીરીથી કંટાળેલા આચાર્ચ બે હાથ જોડી પગે લાગવા માંડ્યા. ગુરૂ-શિષ્યની ગરિમા અને સન્માનને લાંછન લગાડતો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. લોકો સુધી વીડિયો પહોંચતા ABVPના વિદ્યાર્થી નેતાઓની દાદાગીરી પર સવાલ ઉઠ્યા હતા. આ ઘટના બહાર આવ્યા બાદ ABVP હરતકમાં આવ્યું હતું અને અક્ષત જયસ્વાલને દરેક જવાબદારીમાંથી હટાવી દેવામાં આવ્યો હતો.

Published on: May 13, 2022 01:32 PM