અમદાવાદમાં એક સાથે ત્રણેય RTOના સર્વરમાં સર્જાઇ ખામી, અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા, જુઓ વીડિયો
અમદાવાદમાં છેલ્લા ચારથી પાંચ દિવસથી RTOનું સર્વર ઠપ થવાની સમસ્યા સર્જાઇ છે. ખાસ કરીને ઈન્ટરનેશનલ લાયસન્સની ચાર હજાર અરજી ફસાઈ છે. ત્રણેય RTOમાં અંદાજે 3000થી વધુ અરજદારોને ધક્કો ખાવાનો વારો આવ્યો છે.RTOમાં તમામ પ્રક્રિયા ડામાડોળ ચાલી રહી છે.
અમદાવાદ : ગુજરાતમાં RTO સર્વરમાં વારંવાર ખામી સર્જાતી હોય છે, ત્યારે ફરી એક વાર RTOના સર્વરમાં ખામી સર્જાઇ હોવાનું સામે આવ્યુ છે. જેના કારણે અરજદારોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે. અરજદારોની ઓનલાઇન કામગીરી પણ અટવાઇ પડી છે. વસ્ત્રાલ RTO હોય કે પથી સુભાષ બ્રિજ અથવા બાવળા RTO, ત્રણેયના સર્વરમાં ખામી સર્જાતા મોટી સંખ્યામાં અરજદારોના કામ અટકી ગયા છે.
અમદાવાદમાં છેલ્લા ચારથી પાંચ દિવસથી RTOનું સર્વર ઠપ થવાની સમસ્યા સર્જાઇ છે. ખાસ કરીને ઈન્ટરનેશનલ લાયસન્સની ચાર હજાર અરજી ફસાઈ છે. ત્રણેય RTOમાં અંદાજે 3000થી વધુ અરજદારોને ધક્કો ખાવાનો વારો આવ્યો છે.RTOમાં તમામ પ્રક્રિયા ડામાડોળ ચાલી રહી છે. જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે.
લોકો પણ અવાર નવાર રજૂઆત કરતા રહ્યા છે કે ઓનલાઇન સર્વરમાં થતી ખામી પર સરકાર ધ્યાન આપે, તેમાં સુધારો કરે, તેમજ સોફ્ટવેર પણ અપડેટ કરે. જો કે આ બાબતે ધ્યાન ન અપાતા સમસ્યા યથાવત જોવા મળી રહી છે.
(with input-Darshal Rawal,Ahmedabad)
