Ahmedabad : AMCનું 100 ટકા વેક્સીનેશન અભિયાન, રસી ન લેનારને તાત્કાલિક રસી અપાઈ, AMC દ્વારા 300 ટીમ બનાવવામાં આવી

|

Dec 22, 2021 | 12:03 PM

અમદાવાદ શહેરમાં ઘણા લોકોએ હજુ સુધી એકપણ રસી નથી લીધી. તેમજ બીજો ડોઝ લેવાનું ટાળી રહ્યા છે.ત્યારે એમએમસીએ 100 ટકા વેક્સીનેશન માટે નવા અભિયાનની શરૂઆત કરી છે. અમદાવાદ શહેરમાં 6 લાખથી વધુ લોકોને વેકસીનનો બીજો ડોઝ લેવાનો બાકી છે. ત્યારે AMC દ્વારા ઘરે ઘરે જઈને વેકસીન સર્ટિફિકેટ તપાસવાનું શરૂ કરાયું છે.

અમદાવાદ શહેરમાં 100 ટકા વેક્સીનેશનનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે AMCએ નવી ઝુંબેશ શરૂ કરી છે. જેમાં ઘરે ઘરે અને બજારોમાં લોકોનું વેક્સીન સર્ટિફિકેટ ચેક કરાયું. તેમજ જેમણે રસી નથી લીધી તેમને તુરંત જ વેક્સીન આપવાની વ્યવસ્થા કરાઈ. તો શહેરીજનોમાં રસીકરણને લઈને કેટલી જાગૃતિ છે.

અમદાવાદ શહેરમાં ઘણા લોકોએ હજુ સુધી એકપણ રસી નથી લીધી. તેમજ બીજો ડોઝ લેવાનું ટાળી રહ્યા છે.ત્યારે એમએમસીએ 100 ટકા વેક્સીનેશન માટે નવા અભિયાનની શરૂઆત કરી છે. અમદાવાદ શહેરમાં 6 લાખથી વધુ લોકોને વેકસીનનો બીજો ડોઝ લેવાનો બાકી છે. ત્યારે AMC દ્વારા ઘરે ઘરે જઈને વેકસીન સર્ટિફિકેટ તપાસવાનું શરૂ કરાયું છે. અને વેકસીનનો પ્રથમ કે બીજો ડોઝ નહીં લેનારાઓને વેકસીન આપવાની કામગીરી હાથ ધરાઈ.

આ વેક્સીનેશન ડ્રાઈવમાં એએમસી દ્વારા 300 ટીમ બનાવવામાં આવી છે અને લોકોના વેક્સીન સર્ટિફિકેટની તપાસ કરવામાં આવી. જેમાં વેકસીનનો એકપણ ડોઝ ન લેનારા 22,994 લોકોને પકડવામાં આવ્યા અને તેમને પ્રથમ ડોઝ પણ અપાયો. જ્યારે 22, 646 લોકોએ સમય થઈ ગયો છતાં વેકસીનનો બીજો ડોઝ લીધો ન હતો. તેમને પણ બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. AMC દ્વારા અત્યાર સુધીમાં 6.52 લાખ ઘરોનો સર્વે કરવામાં આવ્યો

એએમસી દ્વારા 3 લાખ તેલના પાઉચ, 10 સ્માર્ટ ફોન અને એક આઈ ફોનની લ્હાણી કરી હોવા છતાં 6 લાખ લોકોએ બીજો ડોઝ નથી લીધો.ત્યારે હવે એએમસી દ્વારા ડોર ટુ ડોર ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

શહેરમાં ઓમિક્રોનના જોખમ વચ્ચે રસીકરણ જ એકમાત્ર હથિયાર છે. ત્યારે રસીકરણમાં બેદરકારી રાખનારા પોતાના જીવને જોખમમાં મુકી રહ્યા છે. આવી સ્થિતિમાં વહેલીતકે શહેરમાં 100 ટકા રસીકરણ થાય એ જરૂરી છે.

આ પણ વાંચો : ઓમિક્રૉનના કેસ વધતાં કેન્દ્ર સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી, કેન્દ્રની નવી SOPનો અભ્યાસ કરી રાજ્યો નિર્ણય લેશે

આ પણ વાંચો : Ahmedabad: બ્રિજ ધરાશાયી થતાં ઔડાનું તંત્ર દોડતું થયું, જાણો અધિકારીઓએ બ્રિજની ગુણવત્તા વિશે શું કહ્યું

 

Next Video