Gujarat Election 2022 : ચૂંટણીના માહોલ વચ્ચે વધી દારૂની હેરાફેરી ! અડાલજમાં એક મકાનમાંથી મોટી માત્રામાં ઝડપાયો વિદેશી દારૂ

|

Dec 03, 2022 | 8:49 AM

ગાંધીનગરના અડાલજમાંથી પણ ફરી વિદેશી દારૂની હેરાફીરનો પર્દાફાશ થયો છે. અડાલજના બાલાપીરની દરગાહ નજીક આવેલા મકાનમાંથી ગાંધીનગર LCBએ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

 ગુજરાત ઈલેક્શન 2022 :  ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. અને હવે બીજા તબક્કાના મતદાનને ગણતરીના કલાકો બાકી રહ્યાં છે, ત્યારે ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્યમાં વિદેશી દારૂની હેરાફેરી પણ વધી છે. અવારનવાર મોટી માત્રામાં વિદેશી દારૂ પકડાઇ રહ્યો છે, ત્યારે ગાંધીનગરના અડાલજમાંથી પણ ફરી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે.  અડાલજના બાલાપીરની દરગાહ નજીક આવેલા મકાનમાંથી ગાંધીનગર LCBએ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. હાલ પોલીસે 500 પેટી દારૂનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ચૂંટણીના માહોલ વચ્ચે રાજકારણ તેજ

થોડા દિવસો અગાઉ સુરતના મહિધરપુરામાં કારમાંથી ઝડપાયેલી લાખોની રોકડનું આખરે કોંગ્રેસ કનેક્શન સામે આવ્યુ હતુ. સુરતમાં કારમાંથી જે સ્થળેથી રોકડ ઝડપાઈ હતા, ત્યાંના CCTV ફૂટેજ સામે આવ્યા હતા. જેમાં એક વ્યક્તિ ભાગતા જોવા મળે છે. પોલીસને આશંકા છે કે, CCTVમાં ભાગતા જોવા મળતો શખ્સ બી.એમ. સંદીપ હોઈ શકે છે. આપને જણાવી દઈએ કે, બી.એમ. સંદીપ કોંગ્રેસના નેતા છે.

Next Video