ફરી મેઘરાજા ગુજરાતને ઘમરોળશે, આગામી 5 દિવસ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી

|

Sep 09, 2022 | 7:06 PM

Monsoon 2022: રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામશે. આગામી 5 દિવસ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે જેમા ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં 13 સપ્ટેમ્બરે ભારે વરસાદ પડવાની સંભાવના વ્ચક્ત કરવામાં આવી છે.

ફરીથી મેઘરાજા ગુજરાતને ઘમરોળશે. જેમા આગામી પાંચ દિવસ ભારે વરસાદી માહોલ જામશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ગાજવીજ સાથે સમગ્ર ગુજરાતમાં અતિભારે વરસાદ (Heavy Rain) પડી શકે છે. દક્ષિણ ગુજરાત(South Gujarat)માં 13 તારીખે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ(Valsad), નવસારી, દમણ, ડાંગ, નર્મદા, સુરત, તાપી અને ભરૂચમાં ભારે વરસાદ થશે. જ્યારે ગાંધીનગર અને અમદાવાદમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. જો કે વરસાદનું જોર વધશે તો ભારે પવન ફુંકાવાની પણ શક્યતા છે. બંગાળમાં લો પ્રેશરને કારણે ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ આગામી રાજ્યમાં 5 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના તાલુકાઓમાં વરસાદ થવાની શક્યતા છે. જેમા ખાસ કરીને સુરત, વલસાડ, નવસારી અને તાપીમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં લોપ્રેશર સિસ્ટમ સક્રિય થતાં વરસાદ પડવાની શક્યતા છે. 10 સપ્ટેમ્બરે ડાંગ, નવસારી, વલસાડ, દમણમાં વરસાદની શક્યતા છે. તો 11 સપ્ટેમ્બરે નર્મદા, ડાંગ, તાપી, નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 11 સપ્ટેમ્બરે વલસાડ, અમરેલી, ગીરસોમનાથમાં વરસાદની શક્યતા છે.

જો કે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. જેમા ગણેશ વિસર્જન સમયે જ અમદાવાદમાં મેઘરાજાનું આગમન થયુ હતુ. થોડીવાર માટે વરસાદે પધારામણી કરતા અસહ્ય તાપ, ઉકળાટ અને બફારામાંથી લોકોને આંશિક રાહત મળી હતી. હજુ પણ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે.

Next Video