Ambaji: ભાદરવી પૂનમના મેળા બાદ અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજાઈ, ગર્ભગૃહ અને માતાજીના આભૂષણોની સાફસફાઈ કરાઈ, જુઓ Video

| Edited By: | Updated on: Oct 01, 2023 | 9:10 PM

મંદિર, મંદિર પરિસર, મંદિરના ગર્ભગૃહ, પૂજા અર્ચનાના સાધનો, માતાજીની સવારી સહિત માતાજીના આભૂષણો સહિતને સ્વચ્છ કરવામાં આવતા હોય છે. શુદ્ધ જળ વડે પ્રક્ષાલન વિધિ કરવામાં આવતી હોય છે. મંદિરના પૂજારીઓ સહિત સોની પરિવારજનો અને સ્થાનિક લોકો સહિત શ્રદ્ધાળુઓ પ્રક્ષાલન વિધિમાં જોડાઈને સ્વચ્છ કરતા હોય છે. પ્રક્ષાલન વિધિ વખતે લોકો મંદિરને પણ ઘસીને સાફ કરતા હોય છે.

ભાદરવી પૂર્ણિમાને લઈ અંબાજીનો મેળાનુ સમાપન થયા બાદ હવે અંબાજી નગરને હવે સ્વચ્છ કરવામાં આવી રહ્યુ છે. લાખો શ્રદ્ધાળુઓએ પાંચ દિવસના મેળા દરમિયાન અંબાજીમાં મા જગદંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. મેળા બાદ ભાદરવા વદની બીજે મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજવામાં આવી હતી. પરંપરાનુસાર મંદિરને સ્વચ્છ કરવામાં આવતુ હોય છે. ભાદરવી પૂનમના મેળા બાદ મંદિરની પવિત્રતા જાળવવાના હેતુથી મંદિરમાં પ્રક્ષાલન વિધિ કરવામાં આવતી હોય છે.

આ પણ વાંચોઃ Sabarkantha: લક્ષદ્વીપ અને દમણ-દીવના પ્રશાસક પ્રફુલ પટેલે હિંમતનગરમાં દુકાને દુકાને ફરીને કરી સ્વચ્છતાને લઈ ખાસ અપીલ, જુઓ Video

મંદિર, મંદિર પરિસર, મંદિરના ગર્ભગૃહ, પૂજા અર્ચનાના સાધનો, માતાજીની સવારી સહિત માતાજીના આભૂષણો સહિતને સ્વચ્છ કરવામાં આવતા હોય છે. શુદ્ધ જળ વડે પ્રક્ષાલન વિધિ કરવામાં આવતી હોય છે. મંદિરના પૂજારીઓ સહિત સોની પરિવારજનો અને સ્થાનિક લોકો સહિત શ્રદ્ધાળુઓ પ્રક્ષાલન વિધિમાં જોડાઈને સ્વચ્છ કરતા હોય છે. પ્રક્ષાલન વિધિ વખતે લોકો મંદિરને પણ ઘસીને સાફ કરતા હોય છે. માતાના મંદિરના પ્રક્ષાલનમાં જોડાઈને શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવતા હોય છે.

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 01, 2023 08:53 PM