ભરૂચ પોલીસમાં જાસૂસીકાંડ બાદ મુદ્દામાલકાંડ સામે આવ્યો, હેડ કોન્સ્ટેબલે કસ્ટડીમાંથી 31 લાખનો દારૂ વેચી માર્યો, જુઓ વીડિયો

ભરૂચ પોલીસમાં જાસૂસીકાંડ બાદ મુદ્દામાલકાંડ સામે આવ્યો, હેડ કોન્સ્ટેબલે કસ્ટડીમાંથી 31 લાખનો દારૂ વેચી માર્યો, જુઓ વીડિયો

| Updated on: Mar 20, 2024 | 9:46 AM

ભરૂચ : વાલિયા પોલીસ સ્ટેશનમાં વાડ ચીભડાં ગળે તેની ઉક્તિ સાર્થક થઈ છે. વાલિયા પોલીસ સ્ટેશનમાં ક્રાઇમ રાઇટર હેડ મુદ્દામાલ સગેવગે કરવાના આરોપમાં સલવાયા છે. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલે લાખોરૃપિયાનો દારૂ બુટલેગરોને વેચી માર્યો છે.

ભરૂચ : વાલિયા પોલીસ સ્ટેશનમાં વાડ ચીભડાં ગળે તેની ઉક્તિ સાર્થક થઈ છે. વાલિયા પોલીસ સ્ટેશનમાં ક્રાઇમ રાઇટર હેડ મુદ્દામાલ સગેવગે કરવાના આરોપમાં સલવાયા છે. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલે લાખોરૃપિયાનો દારૂ બુટલેગરોને વેચી માર્યો હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. ભરૂચ જિલ્લા પોલીસવડાએ મુદ્દામાલ ચકાસણીના કરેલા આદેશમાં આ ઘટસ્ફોટ થયો છે.

વાલિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જગદિશ ધનજીભાઈ વસાવાએ વિદેશીદારૂના મુદ્દામાલમાંથી કુલ 23,638 નંગ બોટલ જેની કિંમત રૂપિયા 31 લાખ થાય છે તે વગે કરી નાખી હતી. વાલિયા પોલીસે આ પોલીસકર્મી સામે સરકારી મિલકતનો પોતાના અંગત લાભ માટે સગેવગે કરી વિશ્વાસઘાતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Mar 20, 2024 09:45 AM