ઝેરી દારૂકાંડ બાદ ઉંઘતી પોલીસ સફાળી જાગી, સુરતમાં એક જ દિવસમાં 1282 લીટર દેશી દારૂ ઝડપ્યો

|

Jul 27, 2022 | 10:13 AM

અલગ- અલગ વિસ્તારોમાં દેશી દારૂના અડ્ડા પર પોલીસે દરોડા પાડ્યા અને સુરત પોલીસે (Surat police) પોતાની કામગીરી બતાવવા માટે એક જ દિવસમાં ઘણા કેસો કર્યા છે.

Botad Latthakand : બોટાદમાં ઝેરી દારૂકાંડથી (Botad Hooch Tragedy) ગુજરાત હચમચી ઉઠ્યું છે.અને ઝેરી દારૂકાંડની ઘટના બાદ રાજ્યભરમાં પોલીસ દોડતી થઈ છે.ત્યારે સુરતમાં ઝેરી દારૂકાંડનો બનાવ ન બને તે માટે પોલીસ પણ એક્શનમાં આવી છે.અલગ- અલગ વિસ્તારોમાં દેશી દારૂના અડ્ડા પર પોલીસે દરોડા પાડ્યા અને સુરત પોલીસે (Surat police) પોતાની કામગીરી બતાવવા માટે એક જ દિવસમાં ઘણા કેસો કર્યા છે.પોલીસે અલગ અલગ વિસ્તારોમાં એક જ દિવસમાં દેશી દારૂના 125 કેસ નોંધ્યા અને 1282 લીટર દેશી દારૂ પણ ઝડપ્યો.સાથે જ 4750 લીટર રસાયણ પર ઝડપી પાડ્યું.ઉપરાતં પોલીસે (gujarat police) 128 લોકોની અટકાયત પણ કરી છે.

 

બરવાળા ઝેરી દારૂ કાંડના સમગ્ર રાજ્યમાં પડઘા

તમને જણાવી દઈએ કે, બરવાળા ઝેરી દારૂ કાંડમાં (Barvala Lattha kand) મોતનો આંકડો વધીને 39 પર પહોંચી ગયો છે.અત્યાર સુધીમાં માત્ર સર ટી હોસ્પિટલમાં જ કુલ 16 વ્યક્તિના મોત થઈ ચૂક્યા છે. અને વિવિધ હોસ્પિટલમાં (hospital) કુલ 144 લોકો સારવાર હેઠળ છે. જેમાં સર ટી હોસ્પિટલમાં 73 લોકોની સારવાર ચાલી રહી છે. જેમાંથી 5ની હાલત ગંભીર છે. મોતનો આંકડો વધવાની શક્યતા છે. કયા ગામમાં કેટલા મોત થયા તેની વાત કરીએ તો, રોજિદ ગામમાં (rojid Village) 10 લોકોનાં મોત થયા છે. જ્યારે દેવગાણા ગામમાં 5 લોકોનાં મોત થયા છે. ચંદરવા, અણિયાળી, આકરુ અને રાણપરી ગામે 3-3 લોકોનાં મોત થયા છે. બીજીતરફ ઊંચડી, કુદડા વહીયા અને પોલારપુરમાં 2-2 લોકોનાં મોત થયા છે. જ્યારે સુંદરિયાણા, ભીમનાથ, ખરડ અને વેજળકામાં 1-1નું મોત થયું છે.

Published On - 8:52 am, Wed, 27 July 22

Next Video