Vadodara: આણંદ, ખેડા બાદ વડોદરાના પોઇચામાં પણ આકાશમાંથી પડ્યો ધાતુનો ‘ગોળો’, જાણો ખગોળ વૈજ્ઞાનિકે તેના વિશે શું કહ્યુ

|

May 15, 2022 | 9:47 AM

છેલ્લા બે-ત્રણ દિવસથી ગુજરાતના (Gujarat) આણંદ અને ખેડામાં આકાશમાંથી રહસ્યમય ધાતુના ગોળા પડવાની ઘટનાઓ બની હતી. જે પછી હવે વડોદરાના (Vadodara) પોઇચામાં પણ આકાશામાંથી આવો જ ધાતુનો ગોળો પડતા લોકોમાં કૂતુહલ સર્જાયું છે.

આણંદ, ખેડા બાદ વડોદરાના (Vadodara) પોઇચામાં (Poicha) આકાશમાંથી રહસ્યમય ગોળો પડ્યો છે. જેને લઇને ફરી એકવાર લોકોમાં કુતુહલ જાગ્યુ છે. હજુ પહેલાની બે ઘટનાઓના રહસ્ય પરથી પડદો ઉચકાયો નથી ત્યાં વધુ એક આવી જ ઘટના બનતા લોકોમાં ચકચાર જોવા મળી રહી છે. વડોદરાના પોઇચામાં પણ અવકાશમાંથી ગોળો પડવાની ઘટના બની છે. હાલમાં તો અવકાશમાંથી પડતા આ ધાતુના ગોળા રોકેટના ઇંધણ (Fuel) ભરવાનો અથવા તો એરોપ્લેનનો કોઇ ભાગ હોવાનું અનુમાન છે. જો કે એક ખગોળ વૈજ્ઞાનિક TV9 સાથેની વાતચીતમાં આ ગોળો શું હોઇ શકે છે તેની શક્યતા દર્શાવી હતી.

છેલ્લા બે-ત્રણ દિવસથી ગુજરાતના આણંદ અને ખેડામાં આકાશમાંથી રહસ્યમય ધાતુના ગોળા પડવાની ઘટનાઓ બની હતી. જે પછી હવે વડોદરાના પોઇચામાં પણ આકાશામાંથી આવો જ ધાતુનો ગોળો પડતા લોકોમાં કૂતુહલ સર્જાયું છે. સાવલી તાલુકાના પોઇચામાં આકાશમાંથી રહસ્યમય ગોળો પડ્યો હતો. પોઇચાના કનોડા ગામે રાજેન્દ્રસિંહ વાઘેલા નામના ખેડૂતના ખેતરમાં ગોળો પડ્યો હતો. જેને લઇ ગ્રામજનો એકઠા થયા હતા અને પોલીસને જાણ કરી હતી. હાલ તો સાવલી પોલીસે ગોળો જપ્ત કરી તપાસ શરૂ કરી છે.

પ્રાથમિક ધોરણે આ ધાતુનો ગોળો રોકેટના ઇંધણ ભરવાનો અથવા તો એરોપ્લેનનો કોઇ ભાગ હોવાનું લોકો અનુમાન માન લગાવી રહ્યાં છે. તપાસ બાદ જ ખબર પડશે કે આકાશમાંથી પડેલો રહસ્યમય ગોળો હકીકતમાં શું છે. જો કે ખગોળ વૈજ્ઞાનિક દિવ્ય દર્શન પુરોહિતે TV9 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ ગોળો રોકેટમાં ઈંધણ ભરવા માટેના હિલીયમ પ્રેસેરાઈઝ વ્હીસલ અથવા એરોપ્લેનમાંથી પડેલી કોઈ ચીજ હોવાની સંભાવના છે.

મહત્વનું છે કે 12 મેના રોજ આણંદના ત્રણ ગામમાં સાંજે 4 વાગ્યા પછી ધાતુના ગોળા આકાશમાંથી પડ્યા હોવાની ઘટના બની હતી. તેના બીજા દિવસે એટલે કે 13 મેના રોજ ખેડાના એક ગામમાં પણ આવી ઘટના ફરી બની. હવે વડોદરામાં પણ આવી જ ઘટના બનતા લોકોમાં કુતુહલ સાથે ડરનો પણ માહોલ જોવા મળી રહ્યો છે.

Next Video