Rajkot: નવરાત્રીના તહેવારને લઇને ફૂડ વિભાગનો સપાટો,110 કિલો મીઠાઇનો સ્થળ પર જ નાશ કરાયો

|

Sep 28, 2022 | 9:37 AM

રાજકોટમાં નવરાત્રીના (Navratri) તહેવારને લઇને મહાનગરપાલિકાના (Rajkot municipal corporation) ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતુ.

રાજ્યમાં (Gujarat)  હાલ તહેવારી માહોલ જામ્યો છે. આ દરમિયાન વેપારીઓ સૌથી વધારે નફો કરતા હોય છે, ત્યારે નફાની લ્હાયમાં ગ્રાહકોના સ્વાસ્થ્ય (health) સાથે ચેડા કરતા પણ અચકાતા નથી. જેને લઇને હાલ રાજકોટનું આરોગ્ય વિભાગ (health dept) એક્શન મોડમાં આવ્યું છે. રાજકોટમાં નવરાત્રીના (Navratri) તહેવારને લઇને મહાનગરપાલિકાના (Rajkot municipal corporation) ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતુ.

110 કિલો મીઠાઇનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો

શહેરના જામનગર રોડ પર આવેલી જય ખોડીયાર ડેરીમાંથી મોટા પ્રમાણમાં વાસી મીઠાઈઓ મળી આવી. અધિકારીઓ દ્વારા 110 કિલો મીઠાઇનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો.  આ ઉપરાંત જલારામ જાંબુવાળાને ત્યાંથી પણ 70 કિલો વાસી મીઠાઇ અને એક્સપાયરી ડેટવાળો 3 કિલો જેટલો ફૂડ કલર મળી આવ્યો.

ફૂડ વિભાગનો સપાટો

આ અગાઉ રાજકોટમાં ગણેશ મહોત્સવનેલઇ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે (Health Department) મોદક અને મીઠાઈના ધંધાર્થીઓના ત્યાં તવાઈ બોલાવી છે. આ લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે આરોગ્ય વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં મોદકને લઈ તપાસ હાથ ધરી હતી.

Next Video