અદાણી ગ્રીન એનર્જીનું ક્રાંતિકારી પગલું, સોલાર પોટેન્શિયલ પાવર માટે વોટર ફ્રી રોબોટિક સફાઈ
અદાણી પોર્ટફોલિયો હેઠળની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે (AGEL) જળસંરક્ષણ માટે ક્રાંતિકારી રીત અપનાવી છે. પર્યાવરણ સંરક્ષણ માટેની વ્યૂહાત્મક પહેલ અંતર્ગત AGEL એ વોટર-ફ્રી રોબોટિક ક્લિનિંગ ટેક્નોલોજી અપનાવી છે. કંપનીની 4830 MWની ઓપરેશનલ ક્ષમતા પર રોબોટિક્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાથી વાર્ષિક આશરે 595 મિલિયન લિટર પાણીનો બચાવ થશે.
અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે જળ સંરક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી કદમ ઉઠાવ્યું છે. પર્યાવરણ સંરક્ષણ માટેની વ્યૂહાત્મક પહેલ અંતર્ગત AGELએ વોટર-ફ્રી રોબોટિક ક્લિનિંગ ટેક્નોલોજી અપનાવી છે. રોબોટિક્સ ટેક્નોલોજીનો ઉપયોગથી વાર્ષિક 595 મિલિયન લિટર પાણીના બચાવનો દાવો છે. કંપની હાલ અદ્યતન તકનીકો દ્વારા તેના સોલર પોર્ટફોલિયોના વોટર ફૂટપ્રિન્ટને ઘટાડવા પર ભાર મુકી રહી છે.
AGEL ઓપરેશનલ સોલાર, હાઇબ્રિડ સાઇટ્સ અને ભાવિ પ્રોજેક્ટ્સમાં સિસ્ટમનો અમલ કરવાનું આયોજન કરી રહી છે. રોબોટ્સના સપ્લાય અને ઈન્સ્ટોલેશન માટે કંપની જોધપુર નજીક ફલોદીમાં નિર્માણાધીન પ્લાન્ટ માટે ઈઝરાયેલી ફર્મ સાથે 0.80 મિલિયન અમેરિકી ડોલરનો કરાર કરે તેવી શક્યતા છે. વર્ષોથી કંપની સોલાર પેનલ્સ અને મોડ્યુલ્સની સફાઈ માટે રોબોટ્સનો ઉપયોગ કરી રહી છે. વોટર ફ્રી ટેકનોલોજીનો ઉપયોગ પર્યાવરણને અનુકૂળ અને સૌર પેનલના ઉર્જા ઉત્પાદનને વધારે છે.