આણંદ કલેક્ટરના હનીટ્રેપ કેસમાં વધુ એક કાર્યવાહી, તત્કાલીન ADM કેતકી વ્યાસના PAને કરાયો સસ્પેન્ડ
ગૌતમ ચૌધરી કલેક્ટર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે. PA ગૌતમ ચૌધરીની અગાઉ પણ ATSએ પૂછપરછ કરી હતી. ત્યારે તેની ભૂમિકા સમગ્ર હનીટ્રેપમાં શંકાસ્પદ જણાઇ આવી હતી.
આણંદ કલેક્ટરના હનીટ્રેપ કેસમાં (Honey Trap Case) વધુ કાર્યવાહી કરવામાં આવી છે. તત્કાલીન ADM કેતકી વ્યાસના PA ગૌતમ ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ગઈકાલે એટલે કે 23 ઓગસ્ટે જ આ કેસમાં સામેલ એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ અને નાયબ મામલતદાર જે.ડી. પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે આજે વધુ એક કાર્યવાહી કરતા ADM કેતકી વ્યાસના PAને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
ગૌતમ ચૌધરી કલેક્ટર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે. PA ગૌતમ ચૌધરીની અગાઉ પણ ATSએ પૂછપરછ કરી હતી. ત્યારે તેની ભૂમિકા સમગ્ર હનીટ્રેપમાં શંકાસ્પદ જણાઇ આવી હતી. જેને લઈને ઇન્ચાર્જ કલેક્ટર મિલિન્દ બાપનાએ ગૌતમ ચૌધરીને સસ્પેન્ડ કરી દીધા છે.