સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ પર તંત્રની તવાઇ, કરોડોનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગરના મુળીમાં આવેલા સરા અને કુંતલપુર સહિત અનેક ગામના તળાવોમાંથી ખનિજની ચોરી થઇ છે. ત્યારે, સુરેન્દ્રનગરમાં તંત્રએ ખનિજ માફિયાઓ સામે દરોડા પાડ્યા અને તપાસ દરમિયાન 2 હિટાચી, 10 ડમ્પર અને ટ્રેક્ટર સહિત 2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
રાજ્યમાં ખનિજ માફિયાઓ બેફામ બન્યા છે. સૌથી વધારે સુરેન્દ્રનગર અને પંચમહાલથી ખનિજ ચોરીની ઘટના સામે આવી રહી છે. ત્યારે સુરેન્દ્રનગરમાં તંત્રએ ખનિજ માફિયાઓ સામે દરોડા પાડ્યા અને તપાસ દરમિયાન 2 હિટાચી, 10 ડમ્પર અને ટ્રેક્ટર સહિત 2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
તો પંચમહાલમાં પણ ખનિજ માફિયાઓ નવા-નવા કાવતરા કરી રહ્યા છે. અધિકારીઓના લોકેશનની બાતમી મેળવીને ખનિજ ચોરી કરનારાઓનું ગ્રુપ ફરી એક્ટિવ થયું છે. વોટ્સએપ ગ્રુપમાં અધિકારીઓના લોકેશન આપતી ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે. ગોધરા SDMએ ખાણ-ખનિજ વિભાગને કાર્યવાહીની સૂચના આપી છે. તો સુરેન્દ્રનગરના મુળીમાં આવેલા સરા અને કુંતલપુર સહિત અનેક ગામના તળાવોમાંથી ખનિજની ચોરી થઇ છે.
