Gujarati Video: જામનગરમાં ફેસબુક એકાઉન્ટ હેક કરી મેસેજ કરનાર આરોપી પોલીસના સકંજામાં

|

Aug 26, 2023 | 6:55 AM

જામનગરમાં ફેસબુક એકાઉન્ટ હેક કરી મેસેજ કરનાર આરોપી ઝડપાયો છે. સાયબર ક્રાઈમે ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરી હતી. આરોપી સોશિયલ મીડીયાનો ઉપયોગ કરી છેતરપિંડી આચરતો હતો.

Jamnagar : રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી સાયબર ક્રાઈમમાં વધારો જોવા મળ્યો છે. ત્યાં વધુ એક જામનગરમાં સાયબર ક્રાઈમની ઘટના બની છે. જામનગરમાં ફેસબુક એકાઉન્ટ હેક કરી મેસેજ કરનાર આરોપી ઝડપાયો છે. સાયબર ક્રાઈમે ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરી હતી. આરોપી સોશિયલ મીડીયાનો ઉપયોગ કરી છેતરપિંડી આચરતો હતો. રાજકોટનો વિરેન ગણાત્રાના ફેસબુક એકાઉન્ટ હેક કરીને આરોપી પૈસા માગતો હતો. ફેસબુક એકાઉન્ટ હેક કરીને તેના મિત્રો પાસે પૈસાની ઉઘરાણી કરતો હોવાનું સામે આવ્યુ છે. ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરીને આરોપીને ઝડપી પાડયો હતો.

આ પણ વાંચો : Jamnagar: આધારનો સોફ્ટવેર અપડેટ થવાની કામગીરીને કારણે ધક્કે ચડ્યા અરજદારો, સવારથી સાંજ સુધી રાહ જોયા બાદ પણ નથી થતા કામ

તો આ અગાઉ બનાસકાંઠા જિલ્લાના ક્લેકટરના નામનું બોગસ ઈન્સ્ટાગ્રામ આઈડી ફેક બનાવીને લોકો પાસેથી પૈસા પડાવનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે.  એટલુ જ નહીં આરોપી યુવકે લોકોને નોકરી અપાવવા માટે થઈને પણ ભલામણો કરી દીધી હતી. આ માટે તેણે પૈસા પડાવ્યા હોવાની દીશામાં પોલીસે તપાસ હાથ ધરવામાં આવી છે.

 

જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video