Mehsana news : હેપ્પી હોમના નામે લોકો સાથે છેતરપિંડી કરનાર આરોપીએ કોર્ટમાં કરી આગોતરા જામીન અરજી, જુઓ Video

Mehsana news : હેપ્પી હોમના નામે લોકો સાથે છેતરપિંડી કરનાર આરોપીએ કોર્ટમાં કરી આગોતરા જામીન અરજી, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2023 | 9:28 PM

પિયૂષ વ્યાસ નામના વ્યક્તિએ હેપ્પી લોન નામની કંપની બનાવી. આ કંપનીમાં ચેઈન પદ્ધતિથી લોન આપવામાં આવતી હતી. બીજા સભ્યો બનાવો તો જ લોન મળે તેવી સિસ્ટમ હતી. એટલે એક સભ્યને બીજા સભ્યો જોડવાનું કહેવામાં આવ્યું અને જો એવું કરશો તો ઈનામ અને ભેટ મળવાની લાલચ આપી.

Mehsana : મહેસાણામાં હેપ્પી હોમના નામે લોકો સાથે છેતરપિંડી કરનાર આરોપી પિયુષ વ્યાસે જુદી જુદી કોર્ટમાં જામીન માટે અરજી કરી છે. આરોપીએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. તો ગુજરાત હાઈકોર્ટમાં પણ ફરિયાદ રદ્દ કરવાની અરજી કરી છે. આ કેસ મામલે આગામી સમયમાં સુનાવણી હાથ ધરાશે.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો, પિયૂષ વ્યાસ નામના વ્યક્તિએ હેપ્પી લોન નામની કંપની બનાવી. આ કંપનીમાં ચેઈન પદ્ધતિથી લોન આપવામાં આવતી હતી. બીજા સભ્યો બનાવો તો જ લોન મળે તેવી સિસ્ટમ હતી. એટલે એક સભ્યને બીજા સભ્યો જોડવાનું કહેવામાં આવ્યું અને જો એવું કરશો તો ઈનામ અને ભેટ મળવાની લાલચ આપી.

આ પણ વાંચો Mehsana: માય હેપ્પી લોન કંપની બનાવી લોકો સાથે લાખોની છેતરપિંડી, પીયુષ વ્યાસ સામે નોંધાઈ ફરિયાદ, જુઓ Video

આ માટે તેણે વેબસાઈટ પણ બનાવી હતી. એટલું જ નહીં પણ ઝીરો ટકા વ્યાજે 50 ટકા સબસિડીવાળી લોનની લાલચ પણ આપવામાં આવી. પિયૂષ વ્યાસની આ લોભામણી સ્કિમમાં હજારો લોકો ફસાઈ ગયા અને લોકોને કરોડો રૂપિયાનો ચૂનો લાગ્યો.

સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ ચૂકી છે. પોલીસ અધિકારી કહી રહ્યા છે અત્યાર સુધીમાં કંપનીમાં 26 હજાર લોકો જોડાયેલા છે. ફરિયાદ મળ્યા બાદ પોલીસ હવે મોડસ ઓપરેન્ડીથી લઈને કેટલા રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

 મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">