આણંદ વીડિયો : પેટલાદના જોગણ ગામે એસટી બસ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત, 5 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત

આણંદ વીડિયો : પેટલાદના જોગણ ગામે એસટી બસ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત, 5 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત

| Edited By: | Updated on: Dec 11, 2023 | 12:10 PM

આણંદમાં એસટી બસ સાથે ટકરાતા ટ્રેક્ટર પલટી મારી ગયુ હતુ. અકસ્માતમાં ટ્રેક્ટરચાલક અને બસના મુસાફર સહિત 5 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમને સારવાર માટે પેટલાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની વાત કરીએ તો આણંદ જિલ્લાના પેટલાદમાં જોગણ ગામ નજીકથી એક એસટી બસ પસાર થઇ રહી હતી.

આણંદ જિલ્લામાં પેટલાદ નજીક એસટી બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એસટી બસ સાથે ટકરાતા ટ્રેક્ટર પલટી મારી ગયુ હતુ. અકસ્માતમાં ટ્રેક્ટરચાલક અને બસના મુસાફર સહિત 5 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમને સારવાર માટે પેટલાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની વાત કરીએ તો આણંદ જિલ્લાના પેટલાદમાં જોગણ ગામ નજીકથી એક એસટી બસ પસાર થઇ રહી હતી. અચાનક એક લાકડા ભરીને આવતા ટ્રેકટર સાથે બસની ટક્કર થઇ હતી. જે પછી ટ્રેકટર પલટી ગયુ હતુ અને રોડની બાજુમાં આવેલા ખાડામાં ખાબકી ગયુ હતુ.

આ પણ વાંચો- સુરતમાં વિકૃતિની પરાકાષ્ઠા : ઇવેન્ટ પ્લાનરે શ્વાન પર બળાત્કાર ગુજાર્યો! પોલીસે 80 સીસીટીવી કેમેરાની તપાસના અંતે પકડી પાડ્યો

અકસ્માત થયા બાદ આસપાસના લોકો દોડીને આવી ગયા હતા અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને બચાવવા કામે લાગ્યા હતા. લોકોએ 108 એમ્બ્યુલન્સને બોલાવી હતી. જે પછી અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા 5થી વધુ લોકોને સારવાર માટે પેટલાદની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.સમગ્ર મામલે પોલીસે તપાસ શરુ કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો