SURENDRANAGAR : સુરેન્દ્રનગર-વિરમગામ હાઇવે પર એસટી બસ અને ખાનગી બસ વચ્ચે અકસ્માત, એકનું ઘટનાસ્થળે મોત
Surendranagar Accident : આ આકસ્માત એટલો ભીષણ હતો કે એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થયું છે. આ ઉપરાંત આ અકસ્માતમાં 15 જેટલા મુસાફરો ઘાયલ થયાના પણ સામચાર છે.
SURENDRANAGAR : સુરેન્દ્રનગર-વિરમગામ હાઇવે પર અકસ્માતની મોટી ઘટના સામે આવી છે. આ હાઈવે પર એસટી બસ અને ખાનગી બસ વચ્ચે અકસ્માત થયો છે. આ આકસ્માત એટલો ભીષણ હતો કે એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થયું છે. આ ઉપરાંત આ અકસ્માતમાં 15 જેટલા મુસાફરો ઘાયલ થયાના પણ સામચાર છે. આજે સવારે સુરેન્દ્રનગર-વિરમગામ હાઇ-વે પર એસટી બસ અને ખાનગી બસ વચ્ચે એક મોટો અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે સુરેન્દ્રનગરથી ઉપડેલી સુરેન્દ્રનગર-અમદાવાદ બસ સુરેન્દ્રનગર-વિરમગામ હાઇ-વે પર ભાસ્કરપરા ગામ અને છરાદ ગામ પાસે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, આ સાથે 15થી વધુ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે.
પ્રાપ્ત થતી માહિતી મૂજબ આજે વહેલી સવારે સુરેન્દ્રનગરથી ઉપડેલી સુરેન્દ્રનગર-અમદાવાદ બસ લ સુરેન્દ્રનગર-વિરમગામ હાઇ-વે પર ભાસ્કરપરા ગામ અને છરાદ ગામ પાસે ધડાકાભેર અથડાઈ હતી. એસટી બસની સાથે સામેથી આવી રહેલી ખાનગી બસ ધડાકાભેર અથડાઈ હતી. આ ખાનગી બસ તેની આગળ જતા વાહનને ઓવરટેક કરતા સામેથી આવી રહેલી એસટી બસ સાથે અથડાતા 15થી વધુ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી, જેના કારણે તાબડતોડ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ ઘટનામાં ગંભીર ઈજાગ્રસ્તોને 108 મારફતે નજીકની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Alert: સુરતમાં બાળકોમાં કોરોના કેસો આવતા તંત્ર ચિંતામાં, 2 વર્ષની બાળકી સહીત 4 વિદ્યાર્થિનીને કોરોના