Gujarati video : વલસાડમાં ગુંદલાવ ચોકડી નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત, અકસ્માતનો Live Video પાછળ આવતી કારમાં કેદ

| Edited By: | Updated on: May 20, 2023 | 12:22 PM

Valsad News : ગુંદલાવ ચોકડી નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો. બાઈક ચાલક યુવક કાર સાથે ટકરાયા બાદ રોડ પર ફંગોળાયો હતો. આ સાથે અન્ય બે વાહન ચાલકો પણ અકસ્માતનો ભોગ બન્યા.

વલસાડમાં (Valsad) અકસ્માતના લાઇવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ગુંદલાવ ચોકડી નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો. બાઈક ચાલક યુવક કાર સાથે ટકરાયા બાદ રોડ પર ફંગોળાયો હતો. આ સાથે અન્ય બે વાહન ચાલકો પણ અકસ્માતનો ભોગ બન્યા. રોડ પર જ્યારે આ અકસ્માત થયો ત્યારે પાછળ આવી રહેલી કારના કેમેરામાં અકસ્માતના (Accident) લાઇવ દ્રશ્યો કેદ થઇ ગયા છે. અકસ્માતમાં બાઇક ચાલક ઈજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલ ખસેડાયો છે.

આ પણ વાંચો-Rajasthan: રાજસ્થાનમાં પણ કર્ણાટક જેવો પ્રયોગ, વિધાનસભા ચૂંટણી જીતવા કોંગ્રેસે બનાવ્યો મેગા પ્લાન

બીજી તરફ કચ્છ જિલ્લામાં પણ અકસ્માત સર્જાયો છે. ઓવરલોડ ટ્રકના કારણે સર્જાયો ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. પાલારા જેલ પાસે ત્રિપલ અકસ્માતનો બનાવ બન્યો હતો. અકસ્માતની ઘટનામાં બે યુવકોના થયા ઘટના સ્થળે મોત થયા છે. ઓવરલોડ ટ્રકે બાઈકને અડફેટે લેતા બે યુવકોના મોત થયા છે. ઓવરટેક સમયે બેફામ ટ્રકે બાઈકને અડફેટે લીધી હતી.

ગુજરાત સહિત વલસાડ જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 20, 2023 11:48 AM