Gujarati Video : અમદાવાદના ઈસનપુરમાં AMTS બસ અને બાઈક વચ્ચે અકસ્માત, ડ્રાઈવર નશામાં હોવાનો આક્ષેપ
ઈસનપુરમાં AMTS બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બસ ડ્રાઈવર પર લોકોનો આક્ષેપ છે કે નશાની હાલતમાં ડ્રાઈવિંગ કરવાથી અકસ્માત થયો હતો. ટ્રાફિક પોલીસે AMTS બસના ડ્રાઈવર સુરેશ ચાવડાની ધરપકડ કરી છે.
Ahmedabad : અમદાવાદમાં વધુ એક અકસ્માતની (Accident) ઘટના સામે આવી છે. ઈસનપુરમાં AMTS બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. AMTS બસ બાઈક સાથે અથડાતા બસ ચાલકે અચાનક બ્રેક મારતા બસના દરવાજા પાસે બેઠેલા 3 મુસાફરોને ઈજા થઈ હતી.
બસ ડ્રાઈવર પર લોકોનો આક્ષેપ છે કે નશાની હાલતમાં ડ્રાઈવિંગ કરવાથી અકસ્માત થયો હતો. ટ્રાફિક પોલીસે AMTS બસના ડ્રાઈવર સુરેશ ચાવડાની ધરપકડ કરી છે. ડ્રાઈવર નશાની હાલતમાં હતો કે નહીં તે જાણવા માટે બ્લડ રિપોર્ટ તપાસ માટે મોકલવામાં આવ્યો છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો