Vadodara: MS યુનિવર્સિટીમાં ABVPની હડતાળ સમેટાઇ, વહેલી તકે પરિણામ જાહેર કરવાની ડિને આપી ખાતરી

|

Jul 23, 2022 | 4:59 PM

વડોદરાની (Vadodara) MS યુનિવર્સિટીમાં T.Y B.COMની પરીક્ષાના પરિણામો જાહેર થવામાં વિલંબ થતા ABVPએ ધરણા યોજી વિરોધ (Protest) પ્રદર્શન કર્યું હતું. કોમર્સ ફેકલ્ટીની ઓફિસ ખાતે મોટી સંખ્યામાં ABVPના કાર્યકરો એકત્ર થયા હતા અને સૂત્રોચ્ચાર સાથે ભૂખ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું.

વડોદરાની (Vadodara) એમ.એસ. યુનિવર્સિટીમાં ભૂખ હડતાળ પર ઉતરેલા ABVPના કાર્યકરોની હડતાળનો (Strike) અંત આવ્યો છે. વડોદરાની MS યુનિવર્સિટીમાં T.Y B.COMની પરીક્ષાના (Exam) પરિણામો જાહેર થવામાં વિલંબ થતા ABVPએ ધરણા યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જો કે હવે વહેલીતકે પરિણામ જાહેર કરવાની ડિને ખાતરી આપી છે. આગામી 4 ઓગસ્ટ સુધી પ્રશ્નના ઉકેલની ડિને ખાતરી છે. એટલું જ નહીં કોમર્સ ફેકલરીના ડિન કેતન ઉપાધ્યાયએ વિદ્યાર્થીઓને પાણી પીવડાવી પારણા કરાવ્યાં હતા.

ABVPની હડતાળ સમેટાઇ

વડોદરાની MS યુનિવર્સિટીમાં T.Y B.COMની પરીક્ષાના પરિણામો જાહેર થવામાં વિલંબ થતા ABVPએ ધરણા યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોમર્સ ફેકલ્ટીની ઓફિસ ખાતે મોટી સંખ્યામાં ABVPના કાર્યકરો એકત્ર થયા હતા અને સૂત્રોચ્ચાર સાથે ભૂખ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું. તેમજ જ્યાં સુધી પરિણામ જાહેર ન કરવામાં આવે ત્યાં સુધી ભૂખ હડતાળ ચાલુ રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. જો કે હવે વહેલીતકે પરિણામ જાહેર કરવાની ડિને ખાતરી આપી છે અને વિદ્યાર્થીઓને પારણા કરાવ્યા છે.

ડિન કેતન ઉપાધ્યાયે કહ્યું કે, બારકોડ સિસ્ટમને કારણે પરિણામ આવવામાં વિલંબ થઇ રહ્યો છે. પરંતુ આગામી 4 ઓગસ્ટ સુધી પરિણામ આવી જાય તેવા પ્રયાસ થઇ રહ્યાં છે. પરિણામ જાહેર કરવા યુનિવર્સિટી કટિબદ્ધ છે. મહત્વનું છે કે T.Y. B.comનું પરિણામ જાહેર ન ABVPના કાર્યકરો ભૂખ હડતાળ પર ઉતર્યા હતા. છેલ્લા બે દિવસથી ભૂખ હડતાળને કારણે એક વિદ્યાર્થીની તબિયત લથડી હતી.

વિદ્યાર્થીની તબિયત લથડતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. T.Y B.COMની પરીક્ષાના પરિણામોને લઇને ભારે વિલંબ થતા આશરે 7000 વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મુકાય તેવી સ્થિતિના પગલે વિદ્યાર્થીઓએ વિરોધ દર્શાવ્યો હતો. કારણકે પરિણામ ન આવતા અન્ય કોર્સમાં પ્રવેશ મેળવવા માગતા તેમજ નોકરી કરવા માગતા વિદ્યાર્થીઓ પણ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

(વીથ ઇનપુટ-યુનુસ ગાઝી, વડોદરા)

Next Video