Gujarat Election: ગુજરાત મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલે ચૂંટણીમાં 150 બેઠક જીતવાનો કર્યો દાવો

|

Oct 03, 2022 | 8:20 AM

ગુજરાતમાં (Gujarat) આમ આદમી પાર્ટીને મજબૂત કરવા અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) વધુ એક ચૂંટણીલક્ષી જાહેરાત કરી છે. આ વખતે તેમણે પાંજરાપોળ અને ગૌશાળા માટે સહાયની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ગાય દીઠ માટે રોજના 40 રૂપિયા આપશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Elections) લઇને વિવિધ પક્ષના કેન્દ્રીય નેતાઓની મુલાકાત વધી ગઇ છે. આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) પણ ગુજરાતની વારંવાર મુલાકાતે આવી રહ્યા છે. ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલે ફરી પ્રજાને વચનોની લ્હાણી કરી છે. એટલુ જ નહીં અરવિંદ કેજરીવાલે સાબરકાંઠાના ઉન્ડવામાં સંબોધેલી સભામાં આમ આદમી પાર્ટીને 150 સીટ સાથે જીત મળવાનો દાવો વ્યક્ત કર્યો છે. અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુક્ત શાસન લાવવાનું વચન પણ પ્રજાને આપ્યુ છે.

કેજરીવાલે 150 સીટ સાથે જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો

આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં 150 સીટ સાથે જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સાબરકાંઠાના ખેડબ્રહ્માના ઉન્ડવામાં આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલ અને ભગવત માને સભા સંબોધી હતી. જેમાં અરવિંદ કેજરીવાલે કહ્યુ હતું કે, ડિસેમ્બરમાં AAPની સરકાર બનશે. ગુજરાતમાં 150 બેઠકો સાથે AAP બહુમતમાં આવશે અને સરકાર આવતા જ પહેલા ભ્રષ્ટાચાર પૂરો કરવાનો છે. અમે ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુક્ત શાસન લાવીશું.

પાંજરાપોળ અને ગૌશાળા માટે સહાયની જાહેરાત

ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મજબૂત કરવા અરવિંદ કેજરીવાલે વધુ એક ચૂંટણીલક્ષી જાહેરાત કરી છે. આ વખતે તેમણે પાંજરાપોળ અને ગૌશાળા માટે સહાયની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ગાય દીઠ માટે રોજના 40 રૂપિયા આપશે. આ સહાય પાંજરાપોલમાં રહેતી, ગૌશાળામાં રહેતી અને રસ્તા પર રખડતી ગાયો માટે આપવામાં આવશે. સાથે જ તેમણે જાહેરાત કરી કે દરેક જિલ્લામાં પાંજરાપોળ બનાવાશે અને ગાય માટે જે પણ પગલાં લેવાના થશે તે લેવામાં આવશે.. તેમણે કહ્યું કે- દિલ્લીમાં ગાય માટે રોજના 40 રૂપિયા અપાય છે. જેમાં 20 રૂપિયા દિલ્લી સરકાર અને 20 રૂપિયા નગરનિગમ આપે છે.. મહત્વનું છે કે કેજરીવાલ આ પહેલા મફત વીજળી અને મફત શિક્ષણ સહિત ઘણી જાહેરાતો કરી ચૂક્યા છે.

Next Video