Gujarat Election 2022: AAP નેતા યુવરાજ સિંહ જાડેજા વિધાનસભાની ચૂંટણી નહીં લડે, તેમના સ્થાને દહેગામથી સુહાગ પંચાલને અપાઇ ટિકિટ, જાણો કેમ

|

Nov 08, 2022 | 5:18 PM

યુવરાજસિંહ જાડેજા (Yuvraj Singh Jadeja) સૌરાષ્ટ્ર, ગુજરાતના વતની છે. યુવરાજસિંહ જાડેજા સપ્ટેમ્બર 2022માં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. LRD આંદોલન વખતે યુવરાજસિંહ જાડેજા ચર્ચામાં આવ્યા હતા.

યુવરાજસિંહ જાડેજાનું નામ આમ આદમી પાર્ટીએ દહેગામના ઉમેદવાર તરીકે જાહેર કર્યું હતું. પણ યુવરાજસિંહ ચૂંટણી લડવાના નથી. તેની જગ્યાએ સાત વિધાનસભા બેઠકોની જવાબદારી સંભાળશે. દહેગામથી હવે સુહાગ પંચાલ ચૂંટણી લડશે તેવી જાહેરાત કરવામાં આવી છે. યુવરાજસિંહે કહ્યું હું ગુજરાતના વિકાસ અને યુવાનો માટે કામ કરીશ. ચૂંટણીને લઈ યુવરાજસિંહને 7 વિધાનસભા બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે. અગાઉ દહેગામ બેઠક પર યુવરાજનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. મહત્વપૂર્ણ છે કે, આમ આદમી પાર્ટીએ વધુ 7 ઉમેદવાર જાહેર કર્યા છે. જેમાં અંજાર, ચાણસ્મા, દહેગામ, લીમડી, ફતેપુરા, સયાજીગંજ અને ઝઘડિયા બેઠકના ઉમેદવાર જાહેર કરાયા છે. અત્યાર સુધી આમ આદમી પાર્ટી 151 ઉમેદવાર જાહેર કરી ચૂકી છે.

કોણ છે યુવરાજ સિંહ જાડેજા

યુવરાજસિંહ જાડેજા સૌરાષ્ટ્ર, ગુજરાતના વતની છે. યુવરાજસિંહ જાડેજા સપ્ટેમ્બર 2022માં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. LRD આંદોલન વખતે યુવરાજસિંહ જાડેજા ચર્ચામાં આવ્યા હતા. થોડા વર્ષો પહેલા તેઓ ગાંધીનગર આવ્યા હતા અને સરકારી ભરતી પરીક્ષાના વિદ્યાર્થીઓને કોચિંગ આપવાનું શરૂ કર્યું હતું. આ દ્વારા જાડેજાએ સરકારી ભરતીની પરીક્ષાની તૈયારી કરતા યુવાનોમાં વિશેષ સ્થાન બનાવ્યું હતું. 2019 માં, ગુજરાતમાં BIN સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષા યોજાઈ હતી. ભરતી પરીક્ષા માટે લાખો લોકોએ અરજી કરી હતી, પરંતુ પેપર લીક થયું હતું. યુવરાજસિંહ જાડેજા આ યુવાનો વતી લડત આપવા આગળ આવ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને ગાંધીનગરમાં ભેગા થવા અપીલ કરી હતી.

આમ આદમી પાર્ટીનું 12મું લિસ્ટ જાહેર

આમ આદમી પાર્ટી આજે જાહેર કર્યું વધુ એક ઉમેદવાર લિસ્ટ. અત્યાર સુધી આપ 151 ઉમેદવાર જાહેર કરી ચૂક્યા છે. આજની ઉમેદવારી લીસ્ટ સાથે 158 ઉમેદવાર જાહેર કર્યા છે. આજે વધુ 7 ઉમેદવાર જાહેર કર્યા છે. અંજારથી અરજણ રબારી, ચાણસ્માથી વિષ્ણુભાઈ પટેલ, દહેગામથી સુહાગ પંચાલ, લીમડીથી મયુર સાકરીયા, ફતેપુરાથી ગોવિંદ પરમાર, સયાજીગંજથી સ્વેજલ વ્યાસ, ઝઘડિયાથી ઊર્મિલા ભગતને ટિકિટ આપવામાં આવી છે.

Next Video