આમ આદમી પાર્ટી વિદ્યાર્થીઓના નામે રાજકીય રોટલા શેકે છે : હર્ષ સંઘવી
ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંધવીએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી દ્વારા 88000 વિધાર્થીઓને ન્યાય અપાવવાને બદલે તેમના રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરે છે.
ગુજરાતમાં(Gujarat) થયેલા પેપર લીક(Paper Leak) કેસ હવે રાજકીય રંગ પકડી રહ્યો છે. જેમાં ગાંધીનગરમાં ભાજપના કાર્યાલય કમલમ(Kamlam) ખાતે આજે આમ આદમી પાર્ટી(AAP) અને ભાજપના(BJP) કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું આ સ્થિતિ ત્યાં સુધી વણસી કે પોલીસ લાઠીચાર્જ ઉપર ઉતરી આવી હતી. તેમજ પોલીસે આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત કરી છે. જેમાં ઘણા કાર્યકરો ઈજાગ્રસ્ત થયા છે. આ અંગે કમલમ પહોંચેલા ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા.
ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી દ્વારા 88000 વિદ્યાર્થીઓને ન્યાય અપાવવાને બદલે તેમના રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરે છે. તેમણે કહ્યું હતું કે આ કાર્યક્રમમાં માધ્યમથી શું તે આ વિધાર્થીઓને ન્યાય અપાવવા માંગે છે.
ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે. ગુજરાત સરકાર દ્વારા એક એક આરોપીને ઝડપવામાં આવી રહ્યા છે. તેમજ ગણતરીના કલાકોમાં આરોપીને જેલના સળિયા પાછળ મોકલવામાં આવ્યા છે. તેમજ આ કેસમાં મુખ્ય 12 આરોપીમાંથી 11 આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. તેમજ આ વિધાર્થીઓને ન્યાય અપાવવા માટે સરકાર તત્પર છે. તેમજ કોઇપણ આરોપીને સરકાર છોડવા માંગતા નથી. તેમજ આ તપાસને વધુ આગળ ચલાવવામાં આવશે.
આ પણ વાંચો: Surat: ટ્રેનમાં મહિલા અને તેના પતિ સાથે કરી હતી મારપીટ, LCB એ ગણતરીના કલાકોમાં જ 4 ને પકડી પાડ્યા