Surat : સુરતમાં વધુ એક નાગરિકોની બેદરકારીનો વીડિયો સામે આવ્યો છે. સુરતના કોસાડમાં કોઇપણ પ્રકારના ભય વિના બસ સામે બાળકો મારામારી કરતા હતા. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે સહેજ માટે દુર્ઘટના ટળી હોય. જો બસ ચાલકે બ્રેક ન મારી હોત તો ઝઘડી રહેલા બાળકોનું ટોળુ બસ સાથે અથડાતુ અને વધુ એક અકસ્માત સર્જાઇ જતો. ત્યારે અહીં સવાલ એ સર્જાય છે કે આટલી ઘટનાઓ બાદ પણ કેમ લોકો અટકતા નથી .કેમ BRTS રૂટને ટાઇમપાસનો રૂટ સમજી બેઠા છે.
આ પણ વાંચો : Surat: સુરતના PSI ગોસ્વામી સામે DCP એ આપ્યા તપાસના આદેશ, ડાયરામાં બુટલેગરે ઉડાવ્યા હતા પૈસા,જુઓ Video
પાછલા ઘણા સમયથી સુરતમાં ‘BRTS’ રૂટમાં અકસ્માતના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે સામે આવેલા બેદરકારીના આ દ્રશ્યો ચાડી ખાય છે કે ‘BRTS’ બસના ડ્રાઇવરનો જ વાંક નથી હોતો, ક્યાંક નાગરિકો પણ પોતાની ફરજ ચૂકી રહ્યા છે. કોઇને કોઇ જ ભય નથી. કોઇને જાણે કે મોતનો કોઇ જ ડર ન હોય તેવુ લાગી રહ્યુ છે. જો આવી જ બેદરકારી દાખવવામાં આવે તો સ્વાભાવિક છે કે અકસ્માતો સર્જાઈ શકે છે. ત્યારે તંત્ર કાયદા અને કાર્યવાહીનો ડંડો ઉગામે તે પહેલા નાગરિકો પોતાની જવાબદારી સ્વીકારે અને સુધરે. અન્યથા તંત્ર પર દોષનો ટોપલો ઢોળવાથી કોઇનો જીવ નહીં બચી જાય.